Search
Close this search box.

સુરતના રસ્તા પર પડેલા ખાડા પાસે AAPના નેતાઓએ કેક કાપીને કર્યો અનોખો વિરોધ.

વરસાદના કારણે સુરત શહેરના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે. મસમોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કેક કાપીને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરી હતી.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ કહ્યુ કે, ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરોડોનો થઈ રહ્યો છે. લોકો ખાડાઓથી પરેશાન છે. તેમ છતાં ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપના પેટનું પાણી પણ હલતું નથી. ખાડા પુરવાના કાર્યક્રમ દરમ્યાન વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

 

અહેવાલ:-પરેશ પીઠડીયા (સુરત)

Leave a Comment

Read More

Read More