Search
Close this search box.

રાજ્યના 8 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

રાજ્યના 8 IPS અધિકારીઓની બદલીમાં મહત્વની વાત એ છે કે, અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને ફરી પોસ્ટિંગ મળ્યું છે. રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવવામાં આવ્યા છે.

રાજ્યમાં પોલીસબેડામાં ધરખમ ફેરફાર થયા હોવાની વિગતો સામે આવી રહી છે. 18 IASની બદલી કર્યા બાદ હવે આઈપીએસની બદલી કરવામાં આવી છે.જેમાં 8 IPSની બદલી કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલ સહિતના IPS અધિકારીઓનો સમાવેશ થાય છે.

મહત્વની વાત એ છે કે, અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને ફરી પોસ્ટિંગ મળ્યું છે. રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવવામાં આવ્યા છે. આ સાથે વિકાસ સુંદાને વેઈટિંગ ફોર પોસ્ટિંગ રખાયા છે.

રાજયમાં 8 IPS અધિકારીઓની બદલી

રાજુ ભાર્ગવની આર્મ્સ યુનિટ ગાંધીનગરમાં બદલી

વિકાસ સુંદાને વેઈટિંગ ફોર પોસ્ટિંગ રખાયા

બિશાખા જૈનની દાહોદ SRP ગ્રુપ 4માં બદલી

રાઘવ જૈનની રાજકોટ જેલ SP તરીકે નિમણૂક

જીતેન્દ્ર અગ્રવાલની ગાંધીનગર સ્ટેટ ટ્રાફિકમાં SP

નિધિ ઠાકુરની વડોદરા જેલ SP તરીકે નિમણૂક

કોરુકોંડા સિદ્ધાર્થ ગાંધીનગરમાં ગવર્નર ADC

જે.એ પટેલની રાજકોટ SP તરીકે બદલી

Leave a Comment

Read More

Read More