Search
Close this search box.

સુરતના સાંસદની વધી મુશ્કેલી, હાઇકોર્ટે ફટકારી નોટિસ… જાણો શું છે મામલો

લોકસભા 2024 ની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા, જોકે આ આખી ચૂંટણી વિવાદોથી ભરેલી રહેલી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણીને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જે સંદર્ભે હાઇકોર્ટે સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને નોટિસ ફટકારી અને હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

તેજસ મોદી, સુરત: લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું કહ્યું અને તેમનું ફોર્મ રદ્દ થયું. બીજી તરફ તમામ અપક્ષ ઉમેદવારોએ પણ મેદાન છોડ્યું અને અંતે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા. ત્યારે આ ચૂંટણી હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જે મામલે સાંસદને હાઇકોર્ટે નોટિસ મોકલી છે.

હાલમાં યોજાયેલી લોકસભા 2024 ની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા, જોકે આ આખી ચૂંટણી વિવાદોથી ભરેલી રહેલી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણીને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જે સંદર્ભે હાઇકોર્ટે સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને નોટિસ ફટકારી આગામી 9મી ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

જાણો શું છે મામલો  લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી નિલેશ કુંભારનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય રાષ્ટ્રીય પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. નામાંકન પત્ર ભરાઈ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં કેટલીક ભૂલો અંગે ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારના સમર્થકો દ્વારા કરવામાં આવેલી સહી સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે તપાસ કરતા ત્રણેય સમર્થકોની ખોટી સહી હોવાનું ફલિત થયું હતું. લાંબી ચચા વિચારના અને તપાસ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુમારનું ફોર્મ રદ કર્યું હતું ત્યારબાદ અન્ય રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું જેને પગલે ચૂંટણી પંચ દ્વારા મુકેશ દલાલને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 

આ સમગ્ર ઘટનાક્રમને કોંગ્રેસ મોવડી મંડળે ગંભીરતાથી લઈ, આ અરજીમાં મુકેશ દલાલના વિજયને પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ સમગ્ર કેસમાં પહેલી સુનાવની હાથ ધરી ભાજપના વિજેતા ઉમેદવાર અને વર્તમાન સાંસદ મુકેશ દલાલને આગામી 9મી ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં હાજર રહેવાનું આદેશ કર્યો હતો.

 

Leave a Comment

Read More

Read More