આમ આદમી પાર્ટીના સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને પોતાનું રાજીમાનું સોંપ્યું હતું.
આમ આદમી પાર્ટીના સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને પોતાનું રાજીમાનું સોંપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં મારી કોઇ ઉપયોગિતા નથી તેથી હું પાર્ટીના તમામ પદ અને સભ્યપદેથી રાજીનામું આપું છું.
પ્રાપ્ત વિગત અનુસાર AAPના સુરતના પૂર્વ કોર્પોરેટર અને પ્રદેશ મંત્રી દિનેશભાઇ કાછડિયાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. તેમણે સોશિયલ મીડિયા દ્પર પોસ્ટ કરીને પાર્ટી અધ્યક્ષને પોતાના રાજીનામા અંગે જાણ કરી.
તેઓએ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ…સવિનય… હું દિનેશ કાછડીયા, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત. રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમજ છેલ્લાં એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવોને જોતાં આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું.