Search
Close this search box.

કોમર્શિયલ વાહનોના ફિટનેસની રિન્યુઅલ અરજી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતેથી કરાવવા વાહન માલિકોને અનુરોધ

કોમર્શિયલ વાહનોના ફિટનેસની રિન્યુઅલ અરજી ઓટોમેટેડ

ટેસ્ટિંગ સ્ટેશન ખાતેથી કરાવવા વાહન માલિકોને અનુરોધ

કોમર્શિયલ વાહન માલિકએ ૧૨ જૂન, ૨૦૨૪થી રિન્યુઅલની

  • અરજી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતેથી કરાવવાની રહેશે

અમરેલી મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા તા.૧૨-૦૯-૨૦૨૩થી નોટિફિકેશન G.S.P. ૬૬૩(E) બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ જે-તે વિસ્તારના આરટીઓ-એઆરઆટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે કાર્યક્ષેત્રમાં તમામ પ્રકારના કોમર્શિયલ (Commercial)/ટ્રાન્સપોર્ટ વાહનો (M. N કેટગરી સાથે T કેટેગરી અને કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ)ના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે તા.૧૨ જૂન, ૨૦૨૪થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહે છે. હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NIC ના AFMS પોર્ટલ પર ઉપલબ્ધ છે જે https://vahan/parivahan.gov.in/AFMS/#/ પરથી મેળવી શકાય છે, જેની તમામ વાહન માલિકોને નોંધ લેવા માટે અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

રિપોર્ટર દિલીપ વાઘેલા

Leave a Comment

Read More

Read More