Search
Close this search box.

પાટીલ તો મંત્રી બની ગયા…. હવે ગુજરાત કમલમની કમાન કોના હાથમાં ?

પાટીલનો પણ કેબિનેટમાં સમાવેશ કરતાં ગુજરાત ભાજપની કમાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ પાટીલનો કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે નામોની ચર્ચા થવા લાગી છે.

મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના 6 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હવે એક તરફ પાટીલનો કાર્યકાળ પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે બીજી તરફ હવે પાટીલને મંત્રીમંડળમાં પણ સ્થાન મળી ચૂક્યું છે. આ સાથે હવે ગુજરાત ભાજપની કમાં કોના હાથમાં આવે તે ચર્ચાનો વિષય છે.

ગુજરાતમાં આ ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરી ન શક્યું. સતત બે ચૂંટણીમાં તમામ બેઠકો જીતનાર આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે બનાસકાંઠાની બેઠક ગુમાવી છે. ત્યારે હવે મંત્રી મંડળમાં ગુજરાતના 6 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. પાટીલનો પણ કેબિનેટમાં સમાવેશ કરતાં ગુજરાત ભાજપની કમાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ પાટીલનો કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે નામોની ચર્ચા થવા લાગી છે.

ગયા વર્ષે જ પાટીલને મળ્યું હતું એક વર્ષનું એકટેન્શન ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને કેન્દ્રીય પ્રધાન મંડળમા સ્થાન મળ્યું છે. ત્યારે બીજી તરફ એક વર્ષનું મળેલું એક્ટેન્શન પણ પૂર્ણ થવા આવ્યું છે. નવા પડકાર સાથે નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. ભાજપ હમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે. ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાત ભાજપની કમાન કોને સોંપવામાં આવે છે. 

આ નેતાઓના નામ ચર્ચામાં ગુજરાત ભાજપની કમાં માટે અનેક નામોની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જેમાં પૂર્વ મંત્રી દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક, આઈ.કે.જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, જગદીશ વિશ્વકર્મા, ગોરધન ઝડફિયા, ભરત ડાંગર, દિનેશ અનાવાડીયા, ગણપત વસાવા, રજની પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નામની ચર્ચાઓએ જોર પકડયું છે. પરંતુ આ ફક્ત ચર્ચા જ છે. કારણકે ભાજપ હમેશા સરપ્રાઇઝ આપવામાં માને છે. ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખની ગાદી પર કોને બેસાડે છે તે જોવાનું રહ્યું. 

જે પણ અધ્યક્ષના સ્થાન પર બેસસે તેમણે અનેક પડકારનો સામનો કરવો પડશે. એક તરફ લોકસભાની એક બેઠક ગુમાવી બીજી તરફ વિવાદનો વંટોળ જે લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યો તે ડામવો પણ એક મોટો પડકાર હશે. બીજી તરફ જો ગુજરાતના મંત્રી મંદાલનું વિસ્તરણ કરવામાં આવે તો કોંગ્રેસનો હાથ છોડી ભાજપને સાથ આપનાર નેતાઓને પાસનદ કરે તો ફરી વિવાદ વઢવાણ એંધાણ છે. ત્યારે બીજી તરફ જો કમિટમેન્ટ પૂર્ણ ન કરે તો પણ વિવાદ વધે. આમ સઉદી વચ્ચે સોપારી જેવી સ્થિતિ છે.

 

 

Leave a Comment

Read More

Read More