Search
Close this search box.

બનાસકાંઠા બેઠક પર જીત બાદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

બનાસકાંઠાની બેઠક પર જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આ જીત મારી નહીં, બનાસકાંઠાની જનતાની જીત છે. સત્ય મેવ જયતે. ગમે એટલું કરો પરંતુ લોકશાહીમાં આખરે મતદારો વિન થતાં હોય છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો અને ચૂંટણીના પરિણામમાં ભારે રસાકસી જોવા મળી હતી. આ દરમિયાન અંતે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે ખાતું ખોલાવ્યું અને ડૉ. રેખાબેન ચૌધરી સામે ભારે રસાકસી બાદ જીત થઈ છે. જીત બાદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે બનાસકાંઠાની જનતા અને વહીવટી તંત્રનો આભાર માન્યો છે.

બનાસકાંઠાની બેઠક પર જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આ જીત મારી નહીં, બનાસકાંઠાની જનતાની જીત છે. સત્ય મેવ જયતે. ગમે એટલું કરો પરંતુ લોકશાહીમાં આખરે મતદારો વિન થતાં હોય છે. મે ગરીબ દીકરી તરીકે જે મામેરું માંગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારુ મામેરું પૂરું કર્યું છે.

GUJARAT TOP NEWS Loksabha Election 2024

62 વર્ષ બાદ બનાસકાંઠાને મળ્યા મહિલા સાંસદ

વર્ષ 1962 બાદ પહેલી વખત આ બેઠક પર મહિલા ઉમેદવાર જીત્યા છે. એટલે કે 62 વર્ષ બાદ આ બેઠક પર મહિલા ઉમેદવારની જીત થઈ છે. વર્ષ 1962માં મુસ્લિમ ઉમેદવાર ઝોહરાબેન ચાવડા વિજેતા થયા હતા. ત્યારે બાદ પહેલી વાર આ બેઠક પર મહિલા સાંસદ વિજેતા થયા છે.

1952ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અક્બરભાઈ ચાવડા વિજેતા થયા હતા.

1957 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અક્બરભાઈ ચાવડા વિજેતા થયા હતા.

1962ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જોહરાબેન ચાવડા વિજેતા થયા હતા.

1967 ની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર મનુભાઈ અમરસી વિજેતા થયા હતા.

1968 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર એસ. કે. પાટીલ વિજેતા થયા હતા.

1971 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પોપટલાલ જોશી વિજેતા થયા હતા

1977 ની ચૂંટણીમાં જનતા પક્ષના ઉમેદવાર મોતીભાઈ ચૌધરી વિજેતા થયા હતા

1980 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બી. કે. ગઢવી વિજેતા થયા હતા

1984 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બી. કે. ગઢવી વિજેતા થયા હતા

1989ની ચૂંટણીમાં જનતા દળના ઉમેદવાર જે. વી. શાહ વિજેતા થયા હતા

1991 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરીસિંહ ચાવડા વિજેતા થયા હતા

1996ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બી. કે. ગઢવી વિજેતા થયા હતા

1998ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરીભાઇ ચૌધરી વિજેતા થયા હતા

1999 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરીભાઇ ચૌધરી વિજેતા થયા હતા

2004ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હરીસિંહ ચાવડા વિજેતા થયા હતા

2009ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મુકેશદાન ગઢવી વિજેતા થયા હતા

2013ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરીભાઇ ચૌધરી વિજેતા થયા હતા

2014ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરીભાઇ ચૌધરી વિજેતા થયા હતા

2019ની ચૂંટણીમન ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ વિજેતા થયા હતા

2024ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજેતા થયા

Leave a Comment

Read More

Read More