Search
Close this search box.

મોંઘવારીનો માર… અમૂલે દૂધના ભાવના ઝીંકયો 2 રૂપિયાનો વધારો, નવા ભાવ આજ રાતથી જ લાગુ

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ વખતે કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ કિંમતો સોમવાર સવારથી લાગુ થવા જઈ રહી છે

એક તરફ ચૂંટણી પૂર્ણ થતાં જ હવે ફરી મોંઘવારીના માર પડવાના શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ વખતે કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ કિંમતો સોમવાર સવારથી લાગુ થવા જઈ રહી છે એટલે કે 3 જૂનથી તમારે દૂધ માટે પ્રતિ લિટર 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

અમૂલ દ્વારા કરવામાં આવેલ ભાવ વધારો અમૂલ ગોલ્ડ, અમૂલ તાજ અને અમૂલ શક્તિને લાગુ પડશે. એટલે કે જો તમે ત્રણમાંથી કોઈ પણ દૂધ ખરીદો છો, તો તમારે વધારાના પૈસા ચૂકવવા પડશે. માત્ર અમૂલ તાઝા નાના પાઉચના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એટલે કે આ દૂધ તમને જૂના ભાવે જ મળશે. તમને જણાવી દઈએ કે આ વધારો માત્ર ગુજરાત રાજ્ય માટે કરવામાં આવ્યો છે. એટલે કે દેશના અન્ય રાજ્યોમાં તેની કોઈ અસર નહીં થાય.

હવે અમૂલ દૂધ થયું મોંઘું  અમૂલના નવા ભાવો અનુસાર અમૂલ ગોલ્ડ અડધો લિટર હવે રૂ. 32 થી વધીને રૂ. 33 થઇ ગયો છે. અમૂલ તાઝા 500 mlની કિંમત 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ શક્તિ 500 ml હવે 29 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ તાઝાના નાના કોથળા સિવાયના તમામ દૂધના ભાવમાં લિટરે રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડનું 500 mlનું પેક હવે અમદાવાદમાં 33 રૂપિયામાં ઉપલબ્ધ થશે. અમૂલ શક્તિ પેક 30 રૂપિયામાં અને અમૂલ તાઝા 27 રૂપિયામાં મળશે. હવે લોકોને એક લિટર દૂધ માટે 66 રૂપિયા ચૂકવવા પડશે, જે ચૂંટણી પહેલા 64 રૂપિયા પ્રતિ લિટર હતા. દૂધના આ વધેલા ભાવની સીધી અસર સામાન્ય માણસના બજેટ પર પડશે. મતલબ કે હવે મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય જનતા પર પડવાનો છે. 

Leave a Comment

Read More

Read More