Search
Close this search box.

રાજકોટ અગ્નિકાંડ બાદ AMC એક્શન મોડમાં, 2 દિવસમાં 70થી વધુ મિલ્કતો કરી સીલ

રાજકોટ અગ્નિકાંડ બાદ હવે AMC એક્શન મોડમાં આવી ગઇ છે. ફાયર અને એનઓસી, બીયુ પરમિશનના હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. 70 જેટલા એકમોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી હોય તેવું લાગી રહ્યું છે. દરેક જિલ્લામાં ફાયર NOC અને સાધનોનો અભાવ હોય તેવી મિલ્કતો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં ઘણી બધી મિલ્કતો સીલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આવી મિલ્કતો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. અમદાવાદમાં કુલ 70 જેટલા એકમોને સીલ કરવાની કાામગિરી હાથ ધરવામાં આવી છે. જેમાં 30 થી વધુ હોસ્પિટલ અને 13 જેટલી શાળા અને કોલેજનો સમાવેશ થાય છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર અને એનઓસી, બીયુ પરમિશનના હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈને રાયપુર ખાતે આવેલી વિવેકાનંદ કોલેજ ઉપરાંત છ જેટલી હોસ્પિટલો ગેમઝોન અને ટ્યુશન ક્લાસીસ સાથે મળીને કુલ 26 જેટલા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં 476 જેટલા એકમોની તપાસ કરવામાં આવે છે જેમાંથી 70 જેટલા એકમોને સીલીંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. તેને લઈને એસટી વિભાગ તેમજ ફાયર વિભાગ દ્વારા પણ સંયુક્ત કામગીરી કરીને બી યુ પરમિશન, NOCની ચકાસણી કરવામાં આવી રહી છે. જો બીયુ પરમિશન, NOC ના હોય તેવા એકમો સીલ પણ કરવામાં આવી રહ્યા છે.

Leave a Comment

Read More

Read More