ભાજપને સતત અગ્નિકાંડ અંગે સતત ઘેરવામાં આવી રહી છે. આ દરમિયાન હવે ભાજપનો એક લેટર સામે આવ્યો છે. જેમાં મતગણતરી સ્થળ બહાર, કાર્યાલય ખાતે ઉજવણી ન કરવા માટે કાર્યકરોને જણાવવાં આવ્યું.
એક તરફ રાજકોટના અગ્નિકાંડથી ભાજપના નેતાઓ પર આંગળી ચીંધાઈ રહી છે કે ચૂંટણી ટાણે હાથ જોડવા આવ્યા પરંતુ અગ્નિકાંડમાં દેખાયા પણ નહીં. ત્યારે આ ઘટનાને લઈને હવે ચૂંટણીના પરિણામની તારીખ નજીક આવતા જ જીતની ઉજવણી ન કરવાનું ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે
લોકસભાની ચૂંટણીમાં રાજકોટમાં ભાજપના નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો. ત્યારે ચૂંટણી બાદ રાજકોટમાં થયેલ અગ્નિકાંડમાં ભાજપના નેતાઓ ડોકાયા જ નહીં તેવા આરોપ લાગ્યા છે. બીજી તરફ ભાજપના નેતાઓને મીડિયા સવાલો કરતાં પ્રેસકોન્ફરન્સ પણ મૂકી જતાં રહ્યા હતા. આ દરમિયાન હવે ભાજપને સતત અગ્નિકાંડ અંગે સતત ઘેરવામાં આવી રહી છે. આ દરમિયાન હવે ભાજપનો એક લેટર સામે આવ્યો છે. જેમાં મતગણતરી સ્થળ બહાર, કાર્યાલય ખાતે ઉજવણી ન કરવા માટે કાર્યકરોને જણાવવાં આવ્યું.
મતગણતરી સ્થળ બહાર, કાર્યાલય ખાતે તેમજ અન્ય જાહેર સ્થળે ફટાકડા ફોડવા નહીં.
-મીઠાઈની વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં.
-ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાવીને અભિવાદન કરવું નહીં.
-કાર્યકરો ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયનાસૂત્ર સાથે વિજયને આવકારે.
-મતગણતરી બાદ વિજેતા ઉમેદવારે ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ-નગારા કે ડીજે સાઉન્ડની વ્યવસ્થા કરવી નહીં.
-કાર્યાલયમાં રોશની અને સુશોભન કરવું નહીં.