Search
Close this search box.

MLAના પુત્રની દબંગાઈ, યુવકનું અપહરણ કર્યું અને નગ્ન કરી માર માર્યો… નોંધાઈ પોલીસ ફરિયાદ

જયરાજસિંહના પુત્ર પર દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્રને માર મારવા મુદ્દે જૂનાગઢ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને લઈ કહેવામાં આવતા જયરાજસિંહના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી.

રાજ્યમાં મારામારીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગોંડલાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે ખુનના પ્રયાસનો ગુનો નોંધાયો છે. જૂનાગઢના કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને મુદ્દે થયેલી બોલાચાલીમાં રાજુ સોલંકી નામના વ્યક્તિના પુત્રને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

જયરાજસિંહના પુત્ર પર દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્રને માર મારવા મુદ્દે જૂનાગઢ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને લઈ કહેવામાં આવતા જયરાજસિંહના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં જયરાજસિંહના પુત્ર ગણેશ સિંહએ સંજય સોલંકીને અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ ફરિયાદીએ ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.

જાણો શું છે મામલો ફરિયાદીએ લખાવેલી ફરિયાદ અનુસાર દલિત યુવાન જુનાગઢમાં દાતાર રોડ પર આર્યસમાજ પાસે રહે છે અને કોરિયોગ્રાફર તરીકે કામ કરે છે. ગઈકાલે 30 મેએ સંજય પોતાના પુત્રને લઈને મોટરસાઇકલ પર જતો હતો એ દરમિયાન એક કાર સ્પીડમાં તેની પાસે આવી હતી. સંજયે આ કારચાલાકને કાર ધીમી ચલાવવાનું કહેતા કારમાં બેસેલા લોકો બબાલ કરવા લાગ્યાં હતા. 

ત્યારબાદ રાત્રે ત્રણ વાગ્યા આસપાસ ફરિયાદી યુવક સંજય બહાર આંટા મારતો હતો ત્યારે ફરી આ બે કારમાં જયરાજસિંહ જાડેજાનો પુત્રે ગણેશ ગોંડલ અને અન્ય 10 લોકો આવ્યાં હતા અને સંજયની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી તેને પાડી દીધો હતો. આ લોકોએ સંજયને આડેધડ માર મારીને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ દરમિયાન રસ્તામાં કારમાં એક શખ્સ પોતે પોલીસ હોવાનું કહી તેણે પણ સંજયને માર માર્યો હતો. એક અવાવરું વાડીમાં નીચે ઉતારી સંજયને માર માર્યો હતો અને જાતિગત અપમાન કર્યું હતું. બાદમાં ફરીથી સંજયને કારમાં બેસાડી દીધો હતો.

કપડાં કાઢી માર માર્યો સંજયને આ લોકો ગણેશગઢમાં ગણેશ ગોંડલના ઘરે લઈ ગયા હતા. ત્યાં ગણેશ ગોંડલના માણસો પિસ્તોલ વગેરે હથિયારો સાથે હાજર હતા. સંજયને ગણેશ ગોંડલની ઓફિસમાં લઇ ગયા હતા અને તેના કપડાં કાઢી ફરી માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને સંજય પાસે માફી મંગાવી હતી.

 

Leave a Comment

Read More

Read More