Search
Close this search box.

મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ ઘટનાસ્થળ અને ઘાયલોની લીધી મુલાકાત, રાજ્ય સરકારે વળતરની કરી જાહેરાત

રાજકોટના અગ્નિકાંડ બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે જ રાજકોટ જવા રવાના થઇ ગયા હતા. આજે સવારે મુખ્યમંત્રી પણ રાજકોટ પહોંચી ગયા અને તેમણે ઘટનાસ્થળ તથા ઘાયલોની મુલાકાત લીધી હતી. સરકારે ઘાયલો અને મૃતકોને વળતર આપવાની જાહેરાત કરી છે.

રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગે 27 નિર્દોષ જિંદગીનો ભોગ લીધો હતો. ત્યારે રાજ્ય સરકાર પણ આ અંગે સફાળી જાગી છે. રાત્રે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી પણ સવારે રાજકોટ પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે 28 જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.

SIT ટીમ કરશે તપાસ રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાતરાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી છે. ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર જ્યારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આગની તપાસ સંદર્ભે SITની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.

 

 

 

 

Leave a Comment

Read More

Read More