Search
Close this search box.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુઓમોટો હાથ ધરતાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું આ માનવસર્જિત ડિઝાસ્ટર

ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. મળતી માહિતી મુજબ હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ માનવસર્જિત આફત છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પર ગેમિંગ પુશ જાહેર સલામતી માટે જોખમી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈકોર્ટે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોનને જાહેર સુરક્ષા માટે જોખમી ગણાવ્યા છે. હાઈકોર્ટે આ મામલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી છે અને આ ગેમિંગ ઝોન ચલાવવાની પરવાનગી કઈ જોગવાઈ હેઠળ આપવામાં આવી હતી તે અંગે ખુલાસો કરવા જણાવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો જીવ લીધો છે. રાજકોટ અગ્નિકાંડ પર હાઈકોર્ટે દુઃખ વ્યકત કર્યું છે. તેમજ સરકાર દ્વારા આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરાશે. તેમાં ફાયર સેફટી,ગેમઝોન કાર્યવાહી મુદ્દે સરકાર હાઇકોર્ટમાં જવાબ આપશે. આજે 26 મે, 2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.

હાઇકોર્ટના સ્પેશિયલ જન બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવનારી છે. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી તથા એડવોકેટ અમિત પંચાલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ દુર્ઘટના અંગેના સમાચારના કટિંગ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 30 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાનું પણ કોર્ટેને જણાવ્યું હતું.

હાઇકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છેકે, ગેમ ઝોન રેસિડન્સ પ્લોટ પર બનાવવામાં આવ્યું હતું અને કોઇ ફાયર સેફ્ટી ન હતી. વેલ્ડિંગની કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં પણ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્વલનશીલ પદાર્થો પણ ગેમ ઝોનમાં હતા અને ઇમરજન્સી ગેટ પણ બંધ હતો. એક ટીનેજર દ્વારા 15 લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં નાના બાળકોના પણ મોત થયા છે. દુર્ઘટનાથી કોર્ટને આંચકો લાગ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મહાનગર પાલિકાના પેનલ એડવોકેટને આ અરજીની કોપી આપવામાં આવી છે અને આવતીકાલે સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

તપાસ માટે SITની રચનાશનિવારે રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા છે. આ મામલાની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 27 લોકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે અને તેની ઓળખ કરવામાં મુશ્કેલી આવી રહી છે, આ માટે મૃતકોના મૃતદેહો અને સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સવારે નાના-માવા રોડ પર ઘટના સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં ઘાયલ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ‘ગેમ ઝોન’ના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે ‘ગેમ ઝોન’માં લાગેલી ભીષણ આગમાં 12 વર્ષથી ઓછી ઉંમરના ચાર બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. ઘટનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી પાંચ સભ્યોની SIT શનિવારે મોડી રાત્રે રાજકોટ પહોંચી હતી અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક કરી હતી. SITએ 72 કલાકની અંદર રિપોર્ટ સોંપવો પડશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ શનિવારે મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા અને બેઠકમાં હાજરી આપી હતી.

તેમણે કહ્યું કે, “વડાપ્રધાને મુખ્યમંત્રી પાસેથી ઘટના વિશે માહિતી માંગી છે અને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાને ગુનેગારો સામે કડક પગલાં લેવા સૂચના આપી છે.” એસઆઈટીના વડા અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ શનિવારે રાત્રે બેઠક પહેલાં પત્રકારોને જણાવ્યું હતું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે.

 

 

 

 

Leave a Comment

Read More

Read More