Search
Close this search box.

રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં મોતની સંખ્યા વધી, કુલ 24 મોત

રાજકોટ શહેરમાં આવેલા TRP મૉલના ગેમ ઝોનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આજે વીકએન્ડ હોવાથી અનેક પરિવારો પોતાના બાળકોને લઈને TRP મોલના ગેમ ઝોન પહોંચ્યા હતા.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. આગની આ ઘટનામાં કુલ 22 મોત થયા છે જેમાં 19 બાળકો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગમાં આખો ગેમઝોન બળીને ખાખ થઇ ગયો હતો. ફાયર બ્રિગેેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં આવેલા TRP મૉલના ગેમ ઝોનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આજે વીકએન્ડ હોવાથી અનેક પરિવારો પોતાના બાળકોને લઈને TRP મોલના ગેમ ઝોન પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ હતી. આગ એટલી ભીષણ હતી કે, 5 કિમી દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આગ અને ધૂમાડા વચ્ચે અનેક લોકો ગેમઝોનમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ફાયર બ્રિગેડના કાફલા દ્વારા આગ પર કાબૂ મેળવવા સહિત રેસ્ક્યૂ માટે પગલા લેવાઈ રહયાં છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે.

આખો ગેમઝોન બળીને ખાખઆગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી ત્યારબાદ 10 થી 15 લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આગ એટલી ભીષણ છે કે તેને જોતાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. 15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તો હાલ ગેમઝોનમાં લાગેલ આગ પર ફાયરની ટીમે કાબુ મેળવી લીધો છે. ફાયર વિભાગ દ્વારા TRP ગેમઝોન ખાતે ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા હતી કે નહિ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તો આગ એટલી ભીષણ હતી કે TRP ગેમઝોન આખું બળીને ખાખ થઈ ગયું છે. એટલું જ નહિ આગને કારણે આખું સ્ટ્રક્ચર પડી ગયું છે. 

 

 

 

 

Leave a Comment

Read More

Read More