બંને ટીમો વચ્ચેની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. આ મેદાન પર 26મી મેના રોજ ફાઇનલ મેચ રમાશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સિઝનની ક્વોલિફાયર-2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. મેચમાં હૈદરાબાદે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી હૈદરબાદને પાવરપ્લેમાં 3 ઝટકા લાગ્યા. 6 ઓવરમાં ટીમે 3 વિકેટ ગુમાવી 68 રન બનાવ્યા છે. બંને ટીમો વચ્ચેની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. આ મેદાન પર 26મી મેના રોજ ફાઇનલ મેચ રમાશે.
હૈદરબાદ તરફથી અભિષેક શર્મા 12 રને, રાહુલ ત્રિપાઠી 37 રને અને માર્કરમ 1 રને આઉટ થયા. જ્યારે ટ્રેવીસ હેડ 16* અને હેનરીક કલાસેન 1* રને બેટિંગમાં છે. રજસ્થાન તરફથી ત્રણેય વિકેટ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે લીધી છે.
રાજસ્થાન રોયલ્સે આ મેચ માટે પોતાના કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેઇંગ-11માં સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામ અને ઝડપી બોલર જયદેવ ઉનડકટ પરત ફર્યા હતા. જ્યારે શ્રીલંકાના સ્પિનર વિજયકાંત વિયાસકાંત આ મેચમાંથી બહાર રહ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે લગભગ સમાન સ્પર્ધા રહી છે. રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 10 અને રાજસ્થાન રોયલ્સે 9 મેચ જીતી છે. બંને ટીમો વર્તમાન સિઝનમાં બીજી વખત સામસામે આવી છે. આ પહેલા 2 મેના રોજ બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો એક વિજયથયોહતો.બંને ટીમની પ્લેઈંગ ઈલેવન:
SRH:ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન (WK), અબ્દુલ સમદ, પેટ કમિન્સ (C), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી. નટરાજન.
RR:યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (WK/C), રેયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)