Search
Close this search box.

મોતની ગરમી : રાજ્યમાં એક જ દિવસમાં ગરમીએ લીધો 15નો ભોગ, ગભરામણ અને હિટસ્ટ્રોકના કેસ વધ્યા

ગરમીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ગરમીના કારણે હિટસ્ટ્રોક અને હાર્ટએટેકના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે 15 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. પરંતુ ગરમીનો પ્રકોપ એટલો બધો છે કે, લોકો તેનો ભોગ બની રહ્યાં છે. ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઇ ગયો છે. જેના કારણે ગરમીમાં ઉલ્ટી, ગભરામણ અને બેભાન થવાના કિસ્સા વધી રહ્યાં છે. ગરમીએ રાજ્યમાં એક જ દિવસમાં 15 લોકોનો ભોગ લીધો છે.

રાજયમાં ગરમીનો હાહાકાર જોવા મળ્યો છે. સુરતમાં એક દિવસમાં 10 લોકોના હીટવેવ અને હાર્ટએટેકના કારણે મોત થયા છે. જ્યારે વડોદરામાં છેલ્લા 5 દિવસમાં 19 લોકોએ ગરમીને લઈ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3 લોકોના મોત થયા છે.

સુરતમાં એક જ દિવસમાં 10નાં હાર્ટ અટેક અને હીટવેવમાં શંકાસ્પદ મોત થયા છે. ચારને હીટસ્ટ્રોકની શંકા છે જ્યારે 5 વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયાની શંકા છે. તમામના સેમ્પલ FSLમાં મોકલ્યાં છે. તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા હતા અને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થયું હતું. સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10નાં મોત નિપજ્યાં છે. જેમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે.

વડોદરામાં ગરમીના કારણે 24 કલાકમાં લીધો 3નો ભોગવડોદરામાં ડિહાઇડ્રેશન ગભરામણ બેભાન થવા સાથે હૃદય રોગના હુમલાથી વધુ ત્રણના મોત થયા છે. અત્યાર સુધીનો મૃત્યુ આંક 19 ઉપર પહોંચ્યો છે. પાલિકાના નિવૃત્ત કર્મચારીનું પણ મોત થયું છે. વીઆઈપી રોડ નારાયણ સોસાયટીમાં 77 વર્ષીય કિસાન રાવને ડીહાઇડ્રેશન અને લુ લાગવાથી તબિયત લથડી હતી સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં ડોક્ટરે મૃત ઘોષિત કર્યા છે. વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે રહેતા 39 વર્ષીય જગદીશ પટેલ બાપોદ જકાતનાકા પાસે આવેલી વંદના વિદ્યાલય શાળાની લોબીમા સુઈ ગયા હતા ગભરામણના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

 

Leave a Comment

Read More

Read More