જો કે શાહરૂખ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેની તબિયતમાં ઘણો સુધારો થઈ રહ્યો છે અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. શાહરૂખની તબિયત અંગે હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ માહિતી સૂચવે છે કે તેને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ બુધવારે ઘણા ટેન્શનમાં આવી ગયા હતા. શાહરૂખની તબિયત અચાનક બગડતા તેને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. શાહરુખખાનને ડિહાઇડ્રેશન થવાથી તેની તબિયત લથડી હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયાથી લઈને બોલિવૂડ સુધી ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર વિશ્વમાં શાહરૂખના ચાહકો તેની તબિયતની ચિંતા કરવા લાગ્યા. પરંતુ લેટેસ્ટ અપડેટ એ છે કે શાહરૂખની તબિયત હાલ સારી છે.
શાહરૂખની તબિયત પહેલા કરતા સારી છે શાહરૂખ હજુ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં તેની તબિયતમાં ઘણો સુધારો છે અને હાલમાં તેની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. શાહરૂખની તબિયત અંગે હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શાહરુખ ખાનને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.ગૌરી અને જૂહી શાહરૂખ પાસે પહોંચ્યા
બુધવારે બપોરે શાહરૂખને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેની પત્ની ગૌરી ખાન સાંજે અમદાવાદ પહોંચી હતી. ગૌરીનો કેડી હોસ્પિટલ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શાહરૂખની નજીકની મિત્ર અને આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર જૂહી ચાવલા પણ તેને મળવા આવી હતી.
શાહરૂખ પોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યો હતોIPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે હતી. આ મેચ જીતીને KKRએ જીત મેળવી અને ચોથી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. આ મેચ માટે શાહરૂખ અમદાવાદ પહોંચ્યો હતો. ભારે ગરમીના કારણે તેને ડિહાઈડ્રેશન થઈ ગયું હતું
.મેચ બાદ શાહરૂખ લાંબા સમય સુધી મેદાન પર રહ્યો અને પ્રશંસકોનો આભાર પણ માન્યો. મોડી રાત્રે તેઓ તેમની ટીમ સાથે અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલ પહોંચ્યા હતા. જ્યાં ટીમની સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે શાહરૂખની ટીમ ફાઇનલમાં IPL ટ્રોફી માટે લડતી જોવા મળશે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)