Search
Close this search box.

RCB VS CSK : RCB 27 રનથી જીત સાથે પ્લેઓફ માટે થયું ક્વોલિફાય

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને IPL 2024 પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. RCBની જીતનો હીરો યશ દયાલ હતો જેણે છેલ્લી ઓવરમાં કિલર બોલિંગ કરીને પાંચ વખતના ચેમ્પિયન CSKનું સપનું ચકનાચૂર કરી દીધું હતું.

IPL 2024ની 68મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 27 રનથી જીત મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ સાથે ફાફ ડુપ્લેસીસની ટીમ પ્લેઓફમાં પહોંચનારી આ સિઝનની ચોથી ટીમ બની ગઈ છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ક્વોલિફાઈ થઈ હતી. આ હાર સાથે CSKની સફર સમાપ્ત થઈ ગઈ. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 191 રન જ બનાવી શકી હતી.

પોઈન્ટ ટેબલની સ્થિતિ:14 મેચમાં સાત જીત સાથે RCB પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. ટીમના ખાતામાં હવે 14 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +0.459 છે. કોલકાતા 19 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બીજા અને ત્રીજા સ્થાને રાજસ્થાન અને હૈદરાબાદની ટીમો છે, જેમના ખાતામાં અનુક્રમે 16 અને 15 પોઈન્ટ છે. રાજસ્થાન અને હૈદરાબાદની ટીમ રવિવારે લીગ તબક્કાની તેમની છેલ્લી મેચ રમશે. હવે બંને વચ્ચે ટોપ ટુ માટે જંગ ખેલાશે.

છેલ્લી ઓવરનો રોમાંચ:19 ઓવર પછી, RCBને ક્વોલિફાય થવા માટે 17 રનની જરૂર હતી જ્યારે મેચ જીતવા માટે 35 રનની જરૂર હતી. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે યશ દયાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ઇનિંગની છેલ્લી ઓવરમાં તેને બોલ સોંપ્યો. પ્રથમ બોલ પર, ધોનીએ ફાઇન-લેગ પર જોરદાર શોટ રમ્યો અને 110 મીટરની છગ્ગો ફટકારી. હવે ટીમને પાંચ બોલમાં 11 રનની જરૂર હતી, પરંતુ બીજા જ બોલ પર ધોની સ્વપ્નિલ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. હવે શાર્દુલ ઠાકુર બેટિંગ કરવા આવ્યો હતો. ત્રીજા બોલ પર કોઈ રન ન આવ્યો. હવે ટીમને ત્રણ બોલમાં 11 રનની જરૂર હતી. ચોથા બોલ પર શાર્દુલે થર્ડ મેન તરફ શોટ રમ્યો અને એક રન ચોર્યો. હવે ચેન્નાઈને ક્વોલિફાઈ કરવા માટે બે બોલમાં 10 રનની જરૂર હતી. જાડેજા ક્રિઝ પર પહોંચ્યો હતો. દયાલે ઓવરના છેલ્લા બંને બોલ પર ડોટ્સ ફેંક્યા હતા અને જાડેજા કોઈ રન બનાવી શક્યો નહોતો. આ સાથે RCBએ સિઝનની સતત છઠ્ઠી મેચ જીતી હતી. 

ચેન્નઈની ઈનિંગ્સ219 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. મેક્સવેલે પહેલા બોલ પર કેપ્ટન રુતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી યશ દયાલે ત્રીજી ઓવરમાં ડેરિલ મિશેલને પેવેલિયન મોકલી દીધો હતો. તે માત્ર ચાર રન બનાવી શક્યો હતો. આ પછી રચિન રવિન્દ્ર અને અજિંક્ય રહાણેએ ચાર્જ સંભાળ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી જેને લોકી ફર્ગ્યુસને તોડી હતી. તેણે 85 રનના સ્કોર પર ભારતીય બેટ્સમેનને આઉટ કર્યો હતો. રહાણે આરસીબી સામે 22 બોલમાં 33 રન ફટકારવામાં સફળ રહ્યો હતો. તે જ સમયે, ન્યૂઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર રચિન રવિન્દ્રએ તેની કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી અને 61 રનની ધમાકેદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો. તેણે 37 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. શિવમ દુબે માત્ર સાત રન બનાવી શક્યો હતો, તેને કેમરૂન ગ્રીને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય મિશેલ સેન્ટનર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. 

ચેન્નાઈએ 129 રનના સ્કોર પર તેની છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. મહેન્દ્ર સિંહ ધોની આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. 16મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા ધોનીએ જાડેજા સાથે 61 રનની ભાગીદારી કરી હતી. બંનેએ માત્ર 27 બોલનો સામનો કર્યો હતો. જોકે, યશ દયાલે 19મી ઓવરના બીજા બોલ પર ચેન્નાઈને સૌથી મોટો ઝટકો આપ્યો હતો. તેણે ધોનીને સ્વપ્નિલ સિંહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પૂર્વ કેપ્ટન આરસીબી સામે 13 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવવામાં સફળ રહ્યો હતો. જ્યારે જાડેજા 42 રન બનાવીને અણનમ રહ્યો હતો અને શાર્દુલ ઠાકુર એક રન બનાવીને અણનમ રહ્યો હતો. આરસીબી તરફથી યશ દયાલે બે વિકેટ લીધી હતી જ્યારે મેક્સવેલ, સિરાજ, ફર્ગ્યુસન અને ગ્રીનને એક-એક વિકેટ મળી હતી.

Leave a Comment

Read More

Read More