Search
Close this search box.

ભાજપના જ પૂર્વ મંત્રી, સાંસદ સહિતના નેતાઓએ પાછલા બારણેથી કોંગ્રેસને સપોર્ટ કર્યો? વાત પહોંચી કમલમ સુધી

ભાજપના જ પૂર્વ મંત્રી, MP અને MLAએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાની રાવ કમલમ પહોંચતા જ પ્રદેશના નેતાઓ ચૌક્યા છે. ભાજપ શિસ્ત સમિતિએ શહેર-જિલ્લા પ્રમુખ પાસે રિપોર્ટ મંગાવ્યો છે.

લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ચૂકી છે અને 4 જૂનના મતદારનો નિર્ણય જાહેર થશે. આ દરમિયાન ભાજપે ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સપોર્ટ કરનાર નેતાની કુંડળી કમલમ સુધી પહોંચી છે. ચૂંટણીમાં પૂર્વ મંત્રી, ધારાસભ્ય, સાંસદથી માંડીને પંચાયતના ડેલિગેટે કોંગ્રેસને સપોર્ટ કર્યા હોવાની વિગતો સૂત્રો પાસેથી સામે આવી છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને કપરા ચડાણ હતા. ક્યાંક ઉમેદવારનો વિરોધ ટો ક્યાંક પત્રિકા કાંડ, ક્યાંક ક્ષત્રિય સમાજનો વિરોધ તઓ ક્યાંક આંતરિક જુથવાદ આ સમગ્ર વિવાદ વચ્ચે ચૂંટણી તો પૂર્ણ થઈ પરંતુ ભાજપની મુશ્કેલી સતત વધી હતી. આ દરમિયાન ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ભાજપના જ પૂર્વ મંત્રી, MP અને MLAએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાની રાવ કમલમ પહોંચતા જ પ્રદેશના નેતાઓ ચૌક્યા છે. ભાજપ શિસ્ત સમિતિએ શહેર-જિલ્લા પ્રમુખ પાસે રિપોર્ટ મંગાવ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં કેટલાક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતા. તો કેટલાક નેતાઓએ આડકતરી રીતે કોંગ્રેસના નેતાઓને સ્પોર્ટ કર્યો હતો. આ દરમિયાન સૂત્રોનું માનવામાં આવે તો બનાસકાંઠા, વડોદરા, આણંદ ,પાટણ અને અમરેલી સહિતની બેઠક પર ભાજપના દિગ્ગજ નેતાઓ જેમઆ પૂર્વ મંત્રી અને સંસદ સહિત ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે તેમણે પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે. આ બધીય ફરિયાદો કમલમ સુધી પહોંચી છે. દરમિયાન, ભાજપ શિસ્ત સમિતીએ પણ શહેર-જીલ્લા પ્રમુખોને કોણે કોણે પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે તેની વિગતો માંગી છે. પક્ષવિરોધીઓએ ચૂંટણી દરમિયાન કેવી કેવી પ્રવૃતિ કરી છે તે જાણવા માટે સોશિયલ મીડિયાની મદદ લેવાઇ છે તેવી ચર્ચા છે. અને ચૂંટણી પરિણામ બાદ ભાજપ શિસ્ત સમિતીની બેઠક મળનાર છે જેમાં પુરતા પુરાવાના આધારે પક્ષવિરોધીઓને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવશે જ્યારે ઘણાંને તો તાકીદે જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

 

 

Leave a Comment

Read More

Read More