વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તરસાલી રોડ પરના ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં લૂંટ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે.
રાજ્યમાં લૂંટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન વડોદરામાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. તરસાલી રોડ વિસ્તારની ભાઈલાલ પાર્ક સોસાયટીમાં એક મહિલાની નિર્દયી રીતે હત્યા કરીને લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટના ઇરાદે 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ છે. હત્યા બાદ ચેન અને કાનની બુટી લૂંટી હત્યારા ફરાર થયા હતા.
વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 19 મે, 2024ના વહેલી સવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં લૂંટારુએ ઘરની લાઈટ કાપી નાખતા 70 વર્ષીય મહિલા ઘરની બહાર નીકળતા જ લૂંટારુએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારી ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમોને કામે લગાવી હતી.
પોલીસે શરૂ કરી તપાસ લૂંટારાઓએ વૃદ્ધા પર હુમલો કર્યો અને હત્યા કર્યા બાદ લૂંટ ચલાવીને ફરાર થયાની ઘટના બાદ આ બનાવ અંગે મકરપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમોને કામે લગાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે સાથે FSLની ટીમે પણ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરી છે. બંને શખ્સોની ક્રાઇમ બ્રાન્ચ સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસને વૃદ્ધાની હત્યામાં વપરાયેલ ચાકુ પણ મળી આવ્યું છે. વૃદ્ધાના ઘરેથી જ ચાકુ મળી આવ્યું છે.