દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં બોમ્બની માહિતી મળતાં દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ ગ્રાઉન્ડ કરાઇ હતી. NSG, CISF, પોલીસ દ્વારા બોમ્બ સ્કવોડ સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દિલ્હીથી વડોદરાની ફલાઇટમાં બોંબની ધમકીને પગલે એરપોર્ટ તંત્ર એલર્ટ થયું હતું. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં બોંબની ધમકી મળ્યાનું સામે આવતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ફલાઈટમાં બોંબની ધમકીને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક પગલા લેવાતા બોંબ સ્કવોડની ટીમને જાણ કરવામાં આવી. એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બોંબ સ્કવોડની ટીમે બનાવ સ્થળ પર પંહોચી ફલાઈટમાં ચેંકિગ હાથ ધર્યું. ચેંકિગ દરમ્યાન મુસાફરોને દોઢ કલાક સુધી 180 મુસાફરોને ફલાઇટમાં જ બેસાડવામાં આવ્યા. બોંબ સ્કવોડ ટીમ દ્વારા મોડી રાત સુધી ચેકિંગ કરવામાં આવ્યું. અંતે ચેંકિગ બાદ કોઇ શંકાસ્પદ વસ્તુ ના મળી આવતા મુસાફરો સહિત તંત્રએ લોકોએ રાહતનો શ્વાસ લીધો.
સુત્રોના જણાવ્યા અનુસાર, 15 મે ના રોજ સાંજે 7 – 30 કલાકે દિલ્હી એરપોર્ટથી વડોદરા એરપોર્ટ માટે ફ્લાઇટ ઉડાન ભરવાની હતી. ફ્લાઇટમાં પેસેન્જરોએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા પેસેન્જરને વોશરૂમમાંથી ટીશ્યુ પેપર પર બોમ્બ લખેલું મળી આવ્યું હતું. જે અંગે તેણે ફ્લાઇટના ક્રુ મેમ્બર્સને જાણ કરી હતી. તે બાદ સિક્યોરીટી જવાનોએ બાજી સંભાળી હતી. અને ફ્લાઇટનું ઉડાન અટકાવીને પેસેન્જરોને ઉતારી લેવામાં આવ્યા હતા. સિક્યોરીટી જવાનોએ પ્લેન અને તેમાં રહેલા તમામ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તેમાં કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું ન્હતું. આખરે પ્લેનની ઉડાનને લીલીઝંડી આપી દેવામાં આવી હતી.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)