મંદિર દ્વારા બાળકને ધોતિયું પહેરાવી અને તિલક કરાવી સાધુ માર્ગ અપનાવવા માટે દબાણ કરાતું હોવાનો આરોપ બાળકના વળી તરફથી મંદિર પર લગાવવામાં આવ્યો છે.
સુરતના સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સુરતના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પર બળજબરીપૂર્વક સગીરને સાધુ બનાવ્યાનો આરોપથી ચર્ચાઓ ઉઠી છે. સગીરના પિતા અને કાકાએ સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુઓ તરફથી સગીરને ધોતિયું પહેરાવી અને તિલક કરાવી સાધુ માર્ગ અપનાવવા માટે દબાણ કરાતું હોવાનો આરોપ લગાવ્યો છે.
સુરતના સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર કે જે વલતાલના તાંબા હેઠળ આવે છે. તે મંદિર પર બાળકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સગીરને બળજબરીપૂર્વક સાધુ બનાવવામાં આવ્યો છે. 17 વર્ષ અને 10 મહિનાના સગીરને અભ્યાસના બદલે સાધુ બનાવી દીધો છે. 14 એપ્રિલએ સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સગીરનો પરિવાર એક વર્ષ અગાઉ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. સગીરને હાર તિલક કરી સાધુ બનાવી દીધાનો આરોપ લગાવ્યો હતો.
મંદિર દ્વારા બાળકને ધોતિયું પહેરાવી અને તિલક કરાવી સાધુ માર્ગ અપનાવવા માટે દબાણ કરાતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળકને મળવા પણ ના દેવાતો હોવાનો આરોપ લગાવ્યો છે. અને છેલ્લા એક માસથી પરિવાર બાળકને મળવા માટે ધક્કા ખાઈ રહ્યું છે. ત્યારે હવે સમગ્ર મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)