Search
Close this search box.

ગુજરાતીઓને ચારધામ યાત્રામાં નડ્યો અકસ્માત, અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામ તરફ જઈ રહેલા પ્રવાસીને અકસ્માત નડ્યો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. ટ્રાવેલરમાં ડ્રાઇવર સહિત 2 બાળકો સહિત 18 લોકો સવાર હતા. તમામ ગુજરાતના અમદાવાદ શહેરના રહેવાસી છે.

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન બુધવારે માર્ગ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા હતા. બુધવારે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી 18 શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં ગંગોત્રી ધામમાં આવ્યા હતા. અહીં સોનગઢ નજીક તેમના ટ્રાવેલર ની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રાવેલરે કાબુ ગુમાવ્યો હતો અને અક્સમાંત સર્જાયો હતો.

આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા 18 લોકોમાંથી 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને આ અકસ્માતની જાણ કરી હતી. જે બાદ પોલીસ અને SDRF ઉત્તરાખંડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને કોઈ પણ સમય બગાડ્યા વિના તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.

સુરેન્દ્રનગર, ડાંગ અને અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ શરૂઅકસ્માતના પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું. તેમજ SDRF દ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રાવેલરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત બાદ વાહનમાં મળી આવેલ કિંમતી અને જરૂરી ચીજવસ્તુઓ જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી.

Leave a Comment

Read More

Read More