IPL ની 17મી સીઝનમાં, મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ બીજી ટક્કર છે. અગાઉ તેઓ 12મી એપ્રિલે સામસામે આવ્યા હતા. ત્યારબાદ દિલ્હીએ માત્ર 18.1 ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સીઝનમાં આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત સારી રહી નથી. પ્રથમ ઓવરમાં જ દિલ્હીએ મેકગર્કની વિકેટ ગુમાવી હતી. મેકગર્ક ખાતું ખોલાવ્યા વગર જ અર્શદ ખાનનો શિકાર બન્યો. પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવ્યા બાદ અભિષેક પોરેલ અને સાઈ હોપે દિલ્હીની ઈનિંગને સંભાળી. બંને બેટ્સમેનોએ શરૂઆતમાં સેટ થઈને બાદમાં રનરેટને પણ આગળ વધારી હતી. પાવરપ્લે સુધીમાં દિલ્હીએ વિકેટ ગુમાવી 73 રન બનાવ્યા છે. સાઈ હોપ 25 રને અને અભિષેક પોરેલ 43 રને ક્રિઝ પર છે.
બંને ટીમ માટે મહત્વની મેચઆ સિઝનમાં દિલ્હી અને લખનૌ વચ્ચે આ બીજી ટક્કર છે. આ પહેલા 12 એપ્રિલે તેઓ લખનૌના એકાના સ્ટેડિયમમાં સામસામે આવી ગયા હતા. ત્યારબાદ દિલ્હીએ માત્ર 18.1 ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી હતી. આ દિલ્હી અને લખનૌ બંને માટે કરો યા મરો હરીફાઈ છે. અત્યાર સુધી દિલ્હીએ 13માંથી 6 મેચ જીતી છે અને લખનૌએ 12માંથી 6 મેચ જીતી છે. સમાન 12 પોઈન્ટ સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને લખનૌ 7મા સ્થાને છે. જો દિલ્હી આ મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જ્યારે લખનૌને વધુ એક તક મળશે.
DC: જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત (WK/C), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, ગુલબદ્દીન નાયબ, રસિક સલામ દાર, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને ખલીલ અહેમદ.
(Impact Player) ઈશાંત શર્મા, કુમાર કુશાગ્ર, પ્રવીણ દુબે, સ્વસ્તિક ચિકારા અને લલિત યાદવ.
LSG: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (WK/C), માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, અરશદ ખાન, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક અને મોહસીન ખાન.
(Impact Player)મણિમરન સિદ્ધાર્થ, દેવદત્ત પડિકલ, આયુષ બદોની, પ્રેરક માંકડ અને અમિત મિશ્રા.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)