IFFCOના ડિરેક્ટરની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે. જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાની હાર થઇ છે.
આજે ઇફકોના ડિરેક્ટરની દિલ્લી ખાતે ચૂંટણી યોજાઇ હતી. ભાજપે બિપીન પટેલને મેન્ડેડ આપ્યું હતું. પરંતુ જયેશ રાદડિયાએ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે. દિલ્હી ખાતે યોજાયેલી ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો હતો. ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જ્યેશ રાદડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું.
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબોજયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો. ગુજરાતના 182માંથી પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.
જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે. એકલા રાજકોટમાં 68 મત હતા.