CIDએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ભરુચમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે વાયુસેનાની નવી ટેકનોલોજી સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. એવું કહેવાય છે કે તેને હની ટ્રેપ કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી માહિતી લેવામાં આવી રહી હતી. સીઆઈડી છેલ્લા એક મહિનાથી તેની પાછળ હતી અને કેસની તપાસ કરી રહી હતી.
ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. તેના પર ભારતીય સૈન્ય દળો દ્વારા ઉપયોગમાં લેવાતી મિસાઇલ અને ડ્રોન ટેક્નોલોજી વિશે પાકિસ્તાની એજન્સીઓને મહત્વપૂર્ણ માહિતી આપવાનો આરોપ છે. CIDએ ભરૂચના ઝઘડિયામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.
ભારતીય નાગરિકને પાકિસ્તાની એજન્સીઓએ સોશિયલ મીડિયા દ્વારા હનીટ્રેપ કર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા એક મહિનાથી આ કેસની તપાસ કરી રહી હતી. આ સિવાય કેટલાક અન્ય લોકો પણ હની ટ્રેપનો શિકાર બન્યા છે. તે ઈસ્લામાબાદ અને કરાચી સ્થિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ અને આર્મી બોસને માહિતી આપતો હતો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
CID ઘણા દિવસોથી પાકિસ્તાનને ભારતીય વાયુસેના સંબંધિત મહત્વપૂર્ણ અને ગોપનીય માહિતી આપવાના મામલામાં નજર રાખી રહ્યું હતું. આ પછી લગભગ એક મહિનાની તપાસ બાદ આ વ્યક્તિની ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. કહેવાય છે કે તેના જેવા કેટલાક વધુ લોકો છે જે પાકિસ્તાની એજન્સીઓના જાળમાં ફસાયા છે.
NEET પરીક્ષા કૌભાંડમાં 6 વિદ્યાર્થીઓ અને નાયબ કેન્દ્ર અધીક્ષક ઝડપાયાભારતની ખાનગી માહિતી પાકિસ્તાન મોકલતો હતોઆ પાકિસ્તાન ઇન્ટેલીજન્સ એજન્સીનાં ઓપરેટીવ્સના સંપર્કમાં આવેલ પ્રવિણ મિશ્રા નામનો ઇસમ અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં ભાડેથી રહે છે.પ્રવીણ મિશ્રા અંકલેશ્વરની એક કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. સીઆઈડી ક્રાઈમે તેના મોબાઈલ ચેક કરતા પાકિસ્તાનના ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ મળી હતી. પ્રવીણ મિશ્રા ફેસબુક દ્વારા માહિતી આપ લે કરી રહ્યો હતો. પ્રવીણ પાસેથી ભારતની અલગ અલગ એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી હતી. આ પ્રવિણ મિશ્રા એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલિમ લઈને હૈદરાબાદમાં DRDO સાથે મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. અંકલેશ્વરમાં પણ એક કંપની DRDOને મટીરિયલ સપ્લાય કરે છે. પ્રવીણ મિશ્રા અંકલેશ્વરમાં રહીને ભારતની ખાનગી માહિતી પાકિસ્તાન મોકલતો હતો
.ગયા અઠવાડિયે પણ જામનગરમાંથી જાસૂસીના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.ગયા અઠવાડિયે પણ ગુજરાત ATSએ જામનગરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના પર પાકિસ્તાનને મિલિટરી ઈન્ટેલિજન્સ મોકલવાનો પણ આરોપ હતો. ધરપકડ કરાયેલા મોહમ્મદ સકલૈને ગુજરાતમાંથી સિમ ખરીદ્યું હતું અને પાકિસ્તાનથી ઓપરેટ થતા નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કર્યું હતું. આ નંબર પરથી તે ભારતીય સેનાના જવાનોને તેમની વોટ્સએપ એપ પર વાયરસ લિંક મોકલીને હેક કરતો હતો. ત્યારબાદ તે ફોનમાંથી તમામ ડેટા કાઢી લેતો હતો
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)