Search
Close this search box.

કાલે PM મોદી, અમિત શાહ સહિતના ભાજપના નેતાઓ કરશે મતદાન, જાણો સમય અને સ્થળ

  1. આવતીકાલે લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેમ ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. આવતીકાલે ગુજરાતની જનતા 266 ઉમેદવારોના ભવિષ્ય EVM માં કેદ થશે. આ દરમિયાન ગાંધીનગર લોકસભા બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોટિંગ કરવા માટે રાણીપમાં આવેલ નિશાન વિધ્યાલયમાં સવારના 7.30ના મતદાન કરશે
  2. મોનિકા આહીર, અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને હવે મતદાન શરૂ થવાને ગણતરીના કલાકો જ બાકી છે. આ દરમિયાન ચૂંટણીને લઈ કાલે રાજ્યના 266 ઉમેદવારોના ભવિષ્ય EVMમાં કેદ થશે અને જનતાનો ચુકાદો 4 જૂનના આવશે. ત્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ ક્યારે મતદાન કરશે તેની વિગતો સામે આવી છે.
  3. આવતીકાલે લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેમ ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. આવતીકાલે ગુજરાતની જનતા 266 ઉમેદવારોના ભવિષ્ય EVM માં કેદ થશે. આ દરમિયાન ગાંધીનગર લોકસભા બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોટિંગ કરવા માટે રાણીપમાં આવેલ નિશાન વિધ્યાલયમાં સવારના 7.30ના મતદાન કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીલગાર લોકસભા બેઠક માટે સવારે 9.15 કલાકે નારણપૂરામાં કામેશ્વર મહાદેવ મહાદેવ પાસે સબ ઝૉનલ ઓફિસમાં મતદાન કરશે.
  4. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ નવસારી બેઠક માટે મતદાન કરશે. પાટીલ સવારે 8.30 કલાકે નોર્થ ગુજરાત સ્કૂલ, ભટારમાં મતદાન કરશે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર બેઠક માટે સવારે 8.30 કલાકે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કરશે.

Leave a Comment

Read More

Read More