Search
Close this search box.

દિલ્હી બાદ હવે અમદાવાદનો વારો, શહેરની 8 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી બાદ હવે અમદાવાદની શાળાઓને પણ ધમકીભર્યો ઇમેઇલ મળ્યા છે. અમદાવાદની 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યા છે

દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે અમદાવાદમાં પણ શાળાઓને ધમકી મળી હોવાની માહિતી છે. અમદાવાદની 8 શાળાઓને ધમકીભર્યો ઇમેઇલ આવ્યો છે. જેમાં શઆળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુજરાતની 25 લોકસભાની બેઠકો પર મતદાન યોજાવાનું છે ત્યારે શાળાઓેને મળેલા ધમકીભર્યા ઇમેઇલના કારણે ખળભળાટ મચી ગયો છે. આવતીકાલે પીએમ મોદી પણ રાણીપની શાળા ખાતે મતદાન કરશે. આ ધમકીભર્યા ઇમેઇલને પગલે પોલીસે શાળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે. જેમાં અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. તેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. શહેર ક્રાઇમબ્રાન્ચે શાળા પર તપાસ કરતા હાલ કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. જેના કારણે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

આ શાળાઓને મળ્યો ધમકીભર્યો ઇમેઇલઅમદાવાદની ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલય, આનંદ નિકેતન સ્કૂલ ,ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, બોપલની DPS સ્કૂલ, આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ તથા ઉદગમ સ્કૂલને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. જેને પગલે પોલીસે બોમ્બસ્ક્વોડ સાથે તપાસ હાથ ધરી છે. 

 

Leave a Comment

Read More

Read More