Search
Close this search box.

ગુજરાતના દરિયાકાંઠેથી પાકિસ્તાનીઓ સાથે ઝડપાયું 6,00,00,00,000 કરોડનું ડ્રગ્સ, તપાસનો ધમધમાટ શરૂ

સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાંથી 86થી 90 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ બોટમાં 14 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

ભાવેશ સિંહ, રાજપૂત, અમદાવાદ/ ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રગ્સની ફેક્ટરી ઝડપ્યા બાદ ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમને ડ્રગ્સને ઝડપવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ અને એનસીબી તેમજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદર નજીકના દરિયામાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. આ મામલે 602 કરોડની કિંમતનો ડ્રગ્સ ઝડપી એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત નજીર દરિયાઈ જળસીમામાંથી ફરી એક વાર ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. નાપાક હરકતોમાં સામેલ પાકિસ્તાનના કરાંચીના ડ્રગ્સ માફિયા હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચે કરાંચી બંદરેથી પાકિસ્તાની બોટમાં ડ્રગ્સ મોકલ્યો હોવાના ઈનપુટ એટીએસના DYSP કે.કે પટેલને મળ્યા હતા. જેના આધારે ટીમો બનાવીને દરિયામાં મોકલવામાં આવી. અલ રઝા નામની બોટમાં ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના માણસો મારફતે શ્રીલંકાના ડ્રગ્સ માફિયાઓને મોકલવાનો હતો. આ પાકિસ્તાની બોટ તેના રેડિયો પર પોતાની કોલ સાઈન અલી ના નામથી ભારતીય વહાણને તેની કોલ સાઈન હૈદર નામનો પાસવર્જ શેર કરી ડ્રગ્સને તામીલનાડુની બોટમાં ડિલીવરી કરવાના હતા. અલ રઝા નામની બોટલમાં ડ્રગ્સ હોવાની માહિતીના આધારે પોરબંદરથી 180 નોટીકલ માઈલ દૂર મધદરિયેથી બોટ પકડવામાં આવી હતી.

પોલીસને જોઈને બોટમાં સવાર આરોપીઓએ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકવાના શરૂ કરતા કોસ્ટગાર્ડની ટીમે ફાયરિંગ કર્યું હતું. જેમાં નાસીર હુસેન નામનાં બોટના માસ્ટરને ગોળી વાગી હતી. આ બોટ કબ્જે કરી તપાસ કરતા 78 પેકેટ મળી આવ્યા જેમાંથી અંદાજે 86 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની કિંમત 602 કરોડ જેટલી થતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ મામલે ઝડપાયેલા પાકિસ્તાનીઓ બલુચીસ્તાનના હોવાનું સામે આવ્યું છે. જે આરોપીઓમાં નાસીર હુસૈન, મહોમ્મદ સીદ્દીક, અમીલ હુસૈન, સલલ નબી, અમન નબી, બધન ખાન, અબ્દુલ રાશીદ, લાલ બક્ષ, ચાકર ખાન, કાદીર બક્ષ, અબ્દુલ સમાદ, એમ. હકીમ, નૂર મુહમ્મદ અને મુહમ્મદ ખાન છે.

કેપ્ટનને લાગી ગોળી આ બોટના કેપ્ટનને ગોળી વાગતા જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે પકડાયેલા આરોપીઓ આ રીતે અગાઉ કેટલી વાર ડ્રગ્સની હેરાફેરી કરી ચુક્યા છે અને આ ડ્રગ્સ મેળવનાર શ્રીલંકાનો આરોપી કોણ છે તે તમામ દિશામાં હવે એનસીબી દ્વારા તપાસ કરવામાં આવશે. હાલ તો ગુજરાત પોલીસે એજન્સીઓની મદદથી કરોડોની કિંમતના ડ્રગ્સને ઝડપી મોટી સફળતા હાંસલ કરી છે.

 

Leave a Comment

Read More

Read More