Search
Close this search box.

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા અંગે લાલજી પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવવા મામલે લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. Spg અધ્યક્ષ લાલજી પટેલએ સૂચક નિવેદન આપતા કહ્યું કે, બંને કન્વીનર ભાજપમાં જોડાતા સમાજમાં દુઃખની લાગણી છે. સમાજ હવે કોઈ સાચા આંદોલનકારી ઉપર વિશ્વાસ નહિ કરે. જેને જેમાં જોડાવવું હોય ત્યાં જોડાય, પરંતુ સમાજના પ્રશ્નો ભૂલે નહિ.

ચૂંટણી દરમિયાન તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન હવે પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન હવે લાલજી પટેલે આ મામલે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ક્હ્યું કે હવે કોઈ સાચા આંદોલનકારી ઉપર વિશ્વાસ નહિ કરે

પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવવા મામલે લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. Spg અધ્યક્ષ લાલજી પટેલએ સૂચક નિવેદન આપતા કહ્યું કે, બંને કન્વીનર ભાજપમાં જોડાતા સમાજમાં દુઃખની લાગણી છે. સમાજ હવે કોઈ સાચા આંદોલનકારી ઉપર વિશ્વાસ નહિ કરે. જેને જેમાં જોડાવવું હોય ત્યાં જોડાય, પરંતુ સમાજના પ્રશ્નો ભૂલે નહિ.

લાલજી પટેલે સવાલો કર્યા કે, આંદોલન વખતે સમાજના નામે રાજકારણ કરીને નેતા બન્યા, તેને પક્ષપલટો કરવાની કેમ જરૂર પડી છે. સરકાર અને ભાજપ સામે બાંયો ચઢાવનારા પાટીદાર નેતાઓ હવે કયા મોઢે ભાજપમાં જોડાઈ રહ્યાં છે, તે સમજાતું નથી. પણ પાટીદાર સમાજ આવા નેતાઓને ક્યારેય માફ નહિ કરે

આંદોલનકારીઓને ટોણો મારતા લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન વખતે આ બધાય પાટીદાર નેતાઓ જાહેરમંચ પરથી બોલતા હતા કે, બાપુ લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે. હવે આ નારાનું શું થશે. રાજકારણમાં પ્રવેશ કરવા માટે આંદોલનકારીઓએ પાટીદાર સમાજનો દુરુપયોગ કર્યો તે વાત સાચી છે. જો આ બધા સક્ષમ નેતાઓ હોય તો પક્ષપલટો કરવાની જરૂર કેમ પડી. આગામી 100 વર્ષમાં હવે આવા નેતાઓ પર કોઈ વિશ્વાસ નહિ કરે. ખુદ પાટીદાર સમાજ તેઓને માફ નહિ કરે.

Leave a Comment

Read More

Read More