Search
Close this search box.

આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા બંને હાર્દિક પટેલના રસ્તે, જોડાશે ભાજપમાં

પાસના નેતાઓ અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સહિતના યુવાનો પર સમગ્ર રાજ્યમાં 100થી વધુ કેસ ચાલી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ અને ધાર્મિક બન્ને વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતાં. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહેલા બન્ને યુવાનોએ ગત 18મીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો હતો.

એક તરફ સુરત લોકસભાની બેઠક બિનહરીફ થતાં સતત ચર્ચામાં છે. બીજી તરફ હવે પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલ અલ્પેશ કથીરિયા સુરતમાં આમ આદમી પાર્ટીનો હાથ છોડી અને ભાજપમાં જોડાશે.

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા પાસ કન્વીનર રહી ચૂકેલા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારે તેમની નજીકના સાથીઓ પણ ભાજપમાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. જોકે, તે સમયે અલ્પેશ અને ધાર્મિક જેવા આપના નેતાઓએ પાર્ટી છોડવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ધાર્મિક અને અલ્પેશ ભાજપમાં જોડાશે.

બંને પર પોલીસ કેસ પણ થયાપાસના નેતાઓ અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સહિતના યુવાનો પર સમગ્ર રાજ્યમાં 100થી વધુ કેસ ચાલી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ અને ધાર્મિક બન્ને વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતાં. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહેલા બન્ને યુવાનોએ ગત 18મીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો હતો.

માનગઢ ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસેથી આંદોલનની શરૂઆત થઈ હતી. આંદોલનનું કેન્દ્રબિંદુ માનગઢ ચોક રહ્યો હતો. ત્યારે હવે પાસ સાથે સંકળાયેલા આ યુવાનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પણ પત્રિકા સામે આવી રહી છે.

2022ની ચૂંટણીમાં બંને AAPમાંથી લડ્યા હતા ચૂંટણીલ્પેશ કથીરિયા 2022માં સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તે સમયે ભાજપના કુમાર કાનાણી સામે હાર મળી હતી. અલ્પેશ કથીરિયાએ રાજીનામું આપવાનું કારણ સામાજિક કાર્યો કરવાનું આપ્યું છે. બીજી તરફ ધાર્મિક માલવિયાની ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ સામે વિધાસભા ચૂંટણીમાં હાર થઈ હતી.  

Leave a Comment

Read More

Read More