આજે લોકસભા બેઠકના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન કુલ 88 બેઠકો પર મતદાન થશે. ત્યારે ખજુરાહો લોકસભા બેઠક પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ આજે મતદાન કર્યું હતું
વિશ્વનો સૌથી મોટો લોકશાહી ઉત્સવ 19 એપ્રિલે શરૂ થયો. આજે આ તહેવારનો બીજો તબક્કો છે. બીજા તબક્કામાં 13 રાજ્યોના મતદારો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ભાજપ પાસે અડધાથી વધુ એટલે કે 52 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 22 બેઠકો છે. આ દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આજે મતદાન કર્યું છે. આ સાથે તેમણે મોટું નિવેદન પણ આપ્યું છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કર્યું મતદાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ આજે મતદાન કર્યું હતું. તેઓ તેમના ગૃહ જિલ્લા છતરપુરના ગડા ગામમાં પહોંચ્યા અને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વિસ્તાર ખજુરાહો લોકસભા મતવિસ્તારમાં આવે છે. આ સાથે તેમણે કહ્યું કે, પ્રત્યેક ભારતીય કે જેમને મત આપવાનો અધિકાર છે. તેમણે મતદાન કરવું જોઈએ. પહેલા મતદાન બાદમાં જલપાન. હિન્દુ રાષ્ટ્રને લઈને મહત્વનું નિવેદન આપતા કહ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર હતું અને થઈ ને જ રહેશે. જ્યાં સુધી ભારત હિન્દુ રાષ્ટ્ર ઘોષિત ન થાય ત્યાં સુધી શાંતિથી નહીં રહું. ભારત રામનું છે. વિશ્વના પરમાત્મા રામ છે. ભારતની આત્મા રામ છે.
મોહમ્મદ શમીએ કર્યું મતદાન ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ શમી શુક્રવારે તેના ભાઈ હસીબ અને ભાભી સાથે ડિડોલી વિસ્તારના ગામ સહસપુર અલીનગરના મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે આ તમારો મત છે અને તમારી સરકાર પસંદ કરવાનો અધિકાર તમને છે. શમીએ કહ્યું કે તમારી પસંદગીના ઉમેદવારને મત આપો. મતદાન દરેકનો અધિકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે મારા માટે ગર્વની વાત છે કે તેઓ સ્ટેજ પરથી મારું નામ લઈને મારા વખાણ કરે છે. કયા મુદ્દાઓ પર મતદાન કરવું જોઈએ તેવા પ્રશ્ન પર તેમણે કહ્યું કે વિકાસ, શાળા, કોલેજ, મેડિકલ કોલેજ તમામ મુદ્દા અમરોહા માટે છે
4 જૂનના મતગણતરી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર આજે યોજાનારી 18મી લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)