નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂધાતને લઈ નિવેદન આપ્યું કે, ‘મેં મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ ભાઇ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જઉં એમાં હાજરી પૂરાવે ત્યારે પ્રતાપભાઇ દૂધાત ન હોતા આવ્યા. અને જે મારી નાખવાની ધમકી અત્યારે અપાય છે, એ જો એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત.
અમદાવાદ: એક તરફ ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બીજી તરફ ચૂંટણીને લઈ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન પ્રતાપ દૂધાતની ગર્ભિત ધમકી બાદ નિલેશ કુંભાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. નિલેશ કુંભાણીએ કહ્યું કે પ્રતાપ દૂધાતને મે ફોન કર્યા હતા પરંતુ તેમણે ઉપાડ્યા ન હતા.
નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂધાતને લઈ નિવેદન આપ્યું કે, ‘મેં મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ ભાઇ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જઉં એમાં હાજરી પૂરાવે ત્યારે પ્રતાપભાઇ દૂધાત ન હોતા આવ્યા. અને જે મારી નાખવાની ધમકી અત્યારે અપાય છે, એ જો એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, હું એક પણ નિવેદન એવું નહીં આપું કે જેથી મારી કોંગ્રેસ પાર્ટીને કોઇ નુકસાન થાય. હું કોંગ્રેસનો સૈનિક છું અને સૈનિક રહેવાનો છું. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે
.જાણો શું કહ્યું હતું પ્રતાપ દૂધાતે પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને કહ્યું હતું કે, હું નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. જેણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે તેને હું છોડવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. આ એટલે કહું છું કે તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી ઈઅને તેના ત્રણ ટેકેદારે જ્યાં સંતાવું હોય ત્યાં સંતાય જાય, તમારે સી.આર. પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા રહેજો. 7 તારીખ પછી મારી લડાઈ શરૂ થશે. સુરતમાં કાં તમે રહેશો કાં પ્રતાપ દૂધાત રહેશે. તમને બતાવીશ કે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાથી પરિણામ શું આવે હું ત્યાં આવીને બતાવીશ.’
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)