Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: ભાજપના વધુ એક નેતાએ આપ્યું વિવાદિત નિવેદન, હવે મામલો વધુ ગરમાયો

એક સભામાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપું.. વ્યક્તિત્વના હાથમાં દેશનિ કમાન ન સોંપી શકાય. શામજી શકો છો ને બધા. તો આલિયા, માલીયા અને જમાલિયા એક કુંડીએ પાણી પીવે છે. તેનું કારણ છે કે બીજી કુંડીએ આપનો સિંહ નરેન્દ્ર મોદી છે.

રાજ્યમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના રાજકીય વાતાવરણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. આ દરમિયાન હવે રાજ્યમાં વિવાદિત નિવેદન આપવાનું જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન ભાજપના નેતા અને વિસાવદરના પૂર્વ ધારાસભ્યએ રાહુલ ગાંધીને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે.

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી સામે માઇક આવતા જ ભાન ભૂલ્યા હતા. અને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને નપું.. ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં.

 

જાણો શું બોલ્યા ભૂપત ભાયાણી

એક સભામાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપું.. વ્યક્તિત્વના હાથમાં દેશનિ કમાન ન સોંપી શકાય. સમજી શકો છો ને બધા. તો આલિયા, માલીયા અને જમાલિયા એક કુંડીએ પાણી પીવે છે. તેનું કારણ છે કે બીજી કુંડીએ આપણો સિંહ નરેન્દ્ર મોદી છે

.

Leave a Comment

Read More

Read More