Search
Close this search box.

નિલેશ કુંભાણીને લઈ ગુસ્સે થયા પ્રતાપ દૂધાત, કહ્યું- છેલ્લા શ્વાસ સુધી…

પ્રતાપ દૂધાતે ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે પ્રતાપ દૂધાત સ્મશાને જશે ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણી સાથે ગદ્દારી કરી છે એની રાખ થઈ જશે તોપણ સ્મશાનમાંથી મૂકવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. આ એટલે કહું છું કે તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે.

લોકસભાની ચૂંટણીને લઈ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. બીજી તરફ સુરત બેઠકને લઈ હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ત્યારે હવે આ મામલે પ્રતાપ દૂધાત સુરત કોંગ્રેસના ઉમેદવાર પર ભારે ગરમ થયા છે. તેમણે કહ્યું કે, નિલેશ કુંભાણીને જ્યાં છુપાવવો હોય ત્યાં છુપાવો. હું તેને છેલ્લાં શ્વાસ સુધી નહીં છોડું.

અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પ્રતાપ દૂતાત આજે આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. તેમણે નિલેશ કુંભાણીને લઈ કહ્યું કે ગ્રેસના ઉમેદવાર અને તેના ત્રણ ટેકેદાર તમારે જ્યાં કોઠીમાં ભાજપની આડમાં સંતાવું હોય ત્યાં સંતાઈ જજો. તમારે સી.આર. પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા રહેજો. 7 તારીખ પછી મારી લડાઈ શરૂ થશે. સુરતમાં કાં તમે રહેશો કાં પ્રતાપ દૂધાત રહેશે.

હું પોતે આ લડાઈ લડવાનો છુ: પ્રતાપ દૂધાતપ્રતાપ દૂધાતે ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે પ્રતાપ દૂધાત સ્મશાને જશે ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણી સાથે ગદ્દારી કરી છે એની રાખ થઈ જશે તોપણ સ્મશાનમાંથી મૂકવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. આ એટલે કહું છું કે તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે.

 

 

Leave a Comment

Read More

Read More