સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે શુભકામના પાઠવી છે.
સુરત લોકસભા બેઠક પર હાઇ વૉલ્ટેજ ડ્રામાનો આજે અંત આવ્યો છે. સુઆજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. કારણ કે, સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા છે. ભાજપે ગુજરાતમાં મતદાન થાય તે પહેલા જ સુરત બેઠક પર જીત હાંસલ કરી છે.
સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે શુભકામના પાઠવી છે.
સત્તાવાર વિજેતા જાહેર સુરતના કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું. ગુજરાત રાજ્યના 24- સુરત સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા નિયમ એકસાથે વણસતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1961ની 53ની પેટા કલમ 2 જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે, ઉપરોક્ત મતદાર વિભાગમાંથી એક ગૃહની બેઠક ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ યોગ્ય રીતે ચૂંટાય આવ્યાછે.
જાણો શું કહ્યું પાટિલે સરત બેઠક પર ભાજપની જીત મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે જણાવ્યું કે, મુકેશ દલાલનો દેશના વિકાસમાં મોટો ફાળો રહેશે. ચૂંટણી પહેલા કોંગ્રેસે ડ્રામા કર્યો છે. તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. વહીવટી તંત્ર ઉપર દબાણ લાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. આજે સત્ય બહાર આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, 400 પારના લક્ષ્યાંકમાં સુરત બેઠકની પહેલ છે.
સુરત બેઠક માટે આ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
શોહેલ શેખ, લોગ પાર્ટી
જયેશ મેવાડા, ગ્લોબલ રિપબ્લીક પાર્ટી
અજીતસિંહ ઉમટ, અપક્ષ
રમેશ બારૈયા, અપક્ષ
કિશોર ડાયાણી, અપક્ષ
ભરત પ્રજાપતિ, અપક્ષ
પ્યારેલાલ ભારતી, BSP
નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય જાહેર રત બેઠક પર ગઈકાલે બપોરે ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારીપત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)