સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. કુંભાણીના 4 માંથી 3 ટેકેદારોએ એફિડેટિવ કરીને જણાવ્યુ હતુ કે, તેમાં અમારી સહી નથી. આથી નિલેશ કુંભાણીના ચાર ટેકેદારો ડમી હોવા મામલે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે વાંધો ઉઠાવ્યો હતો. શનિવારે નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રના વિરોધમાં હાઇકોર્ટમાં 3 અરજી આવી હતી. આ સુનાવણી બાદ સુરતના કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં હાઇ વૉલ્ટેજ દરમાં શરૂ થઈ ચૂક્યો છે. કોંગ્રેસને હાલ સુરત બેઠક પર મોટો ફટકો લાગ્યો છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું છે. બીજી તરફ ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ્દ થયું છે.
રાજ્યની 26 લોકસભા બેઠકો માટે ગત સપ્તાહના ફોર્મ ભરાયા હતા. સુરત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. કુંભાણીના 4 માંથી 3 ટેકેદારોએ એફિડેટિવ કરીને જણાવ્યુ હતુ કે, તેમાં અમારી સહી નથી. આથી નિલેશ કુંભાણીના ચાર ટેકેદારો ડમી હોવા મામલે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે વાંધો ઉઠાવ્યો હતો. શનિવારે નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રના વિરોધમાં હાઇકોર્ટમાં 3 અરજી આવી હતી. આ સુનાવણી બાદ સુરતના કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે.
- જાણો શું કહ્યું ચૂંટણી અધિકારીએ નીલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવાનો અધિકારિક આદેશ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી અને સુરત કલેક્ટરે આદેશમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ- 1951ની જોગવાઈઓને ટાંકીને જણાવ્યું કે, આ કાયદો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને લેતાં આ મામલે રજૂ કરવામાં આવેલાં સોગંદનામાં, ઉમેદવારી પત્રમાં દરખાસ્ત મૂકનારાઓએ કરેલી સહી તેમજ અન્ય પુરાવાઓની સહીમાં પ્રાથમિક દ્રષ્ટિએ વિસંગતતા જણાય છે અને તપાસના આધારે દરખાસ્ત કરનારાઓની સહી જેન્યુઇન ન જાણતી હોઈ સુરત સંસદીય મતવિસ્તારમાં રજૂ થયેલ નિલેશભાઈ કુંભાણીનાં ઉમેદવારીપત્ર રદ કરવામાં આવે છે.
નૈષધ દેસાઈએ નૈષધ દેસાઈએ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ આક્ષપો કર્યા છે કે, સત્તાની ગુલામીમાં જે (ફોર્મ રદ) હુકમ થયો છે તેની સામે અમે હાઈકોર્ટમાં મનાઈ હુકમ આવતીકાલ સાંજ સુધીમાં ન લઈ શકીએ તે કારણથી ચૂંટણીના અધિકારી દ્વારા ઓર્ડરની લેખિત સ્વરૂપે રજૂ કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ગુજરાત હાઈકોર્ટમાં ઈલેક્શન કમિશનર સામે ઈન્કવાયરી માગશે, સ્ટે ઓર્ડર માગશે અને ભાજપના ઉમેદવાર સામે કાર્યવાહીની માગણી કરવામાં આવશે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)