ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં કુલ 53 ફોર્મ ભરાયા છે. ગાંધીનગર લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 93 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. 53માંથી 8 ઉમેદવારના ફોર્મ રદ્દ થયા હતા
લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. જેના માટે ગઇકાલે વિવિધ કલેક્ટર કચેરીએ ઉમદવારો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. 26 લોકસભાની સીટ માટે કુલ 658 ફોર્મ ભરવામાં આવ્યા છે. ગાંધીનગર લોકસભા સીટ પર સૌથી વધારે 53 ફોર્મ ભરાયા છે. આ હાઇ પ્રોફાઇલ સીટ પર ભાજપ-કોંગ્રેસ ઉપરાંત નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોની સંખ્યા પણ વધી છે. ગુરુવાર સુધી 31 ફોર્મ ભરાયા હતા ત્યારે છેલ્લા દિવસે ભાજપમાંથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ફોર્મ ભર્યું હતું આ સાથે અન્ય 22 ફોર્મ પણ છેલ્લા દિવસે ભરાયા હતા જેથી ઉમેદવારીપત્રો ભરાઇને ચૂંટણી અધિકારી સમક્ષ પરત આવ્યા હોય તેની સંખ્યા 53 જેટલી થઇ ગઇ હતી. આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે જેમાં ડમી તથા ભુલભરેલા ફોર્મ રદ થઇ જશે.ફોર્મ ચકાસણીના અંતે 2 ડમી અને 6 અન્ય મળીને કુલ 8 ઉમેદવાર ફોર્મ રદ થયા છે.6 અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ થયા હતા.
26 લોકસભા માટે ગુજરાતમાં પણ કુલ 658 ફોર્મ ભરાયા
અમદાવાદ પૂર્વ – 44
અમદાવાદ પશ્ચિમ – 19
અમરેલી – 21
આણંદ – 18
બનાસકાંઠા – 24
બારડોલી – 9
ભરૂચ – 26
ભાવનગર – 30
છોટાઉદેપુર – 18
દાહોદ – 23
ગાંધીનગર – 53
જામનગર – 32
જૂનાગઢ – 26
કચ્છ – 16
ખેડા – 25
મહેસાણા – 17
નવસારી – 35
પંચમહાલ – 19
પાટણ – 19
પોરબંદર – 24
રાજકોટ – 28
સાબરકાંઠા – 29
સુરેન્દ્રનગર – 29
વડોદરા – 34
વલસાડ – 16
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)