Search
Close this search box.

LOKSABHA ELECTION 2024 : સુરત બેઠક પર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે આવતીકાલે આવશે ચુકાદો

લોકસભા સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું તેમજ કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાના સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નિલેશ કુંભાણી તરફથી રજૂ કરાયેલા ત્રણ ટેકેદારો તેમજ ડમી એવા સુરેશભાઈ પડસારાના ટેકેદારના એફિડેવિટમાં કરાયેલી સહી પર સવાલ ઉભા કરાયા છે. હવે આવતીકાલે આ અંગે સુનવણી હાથ ધરવામાં આવશે.

નિલેશ કુંભાણીની ઉમેદવારીને લઈ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. જેને લઇ સુરત કલેકટર કચેરી ખાતે હાઈ વૉલ્ટેજ ડ્રામાની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા કલેકટર ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને તેઓ નિયત સમયે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતાં, કલેકટરે તેમના નિવેદનો સાંભળ્યા હતા અને હવે આવતીકાલે 21 એપ્રિલે તેમના ફોર્મને લઈને ચુકાદો આપશે.

સુરત જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘી તરફથી નિલેશ કુંભાણીને લેખિત જાણ કરવામાં આવી હતી. 20 એપ્રિલ સાંજે ચાર વાગે રૂબરૂ સમક્ષ હાજર થઈ દાવા અંગે સ્પષ્ટતા કરવા માટે જણાવ્યું હતું. લેખિત જણાવવામાં આવ્યું હતું કે દિનેશ જોધાણી દ્વારા ઉમેદવારી પત્રકને લઈ વાંધા અરજી કરવામાં આવી છે. સદર વાંધા અરજીને લઈ તેમને એક વાગ્યે સુનવણી માટે બોલાવવામાં આવ્યા હતા. આજે કુંભાણી નિયત સમયે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, કલેકટરે તેમના નિવેદનો સાંભળ્યા હતા અને હવે આવતીકાલે 21 એપ્રિલે તેમના ફોર્મને લઈને ચુકાદો આપશે

નિલેશ કુંભાણી પરત કલેકટર કચેરી પહોંચ્યા હતાં તેમની સાથે આપ નેતા ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતાં, આ ઉપરાંત વકીલોની ટીમ પણ કલેકટર કચેરી પહોંચી હતી. કુંભાણીએ જણાવ્યું હતું કે, તેમના ટેકેદારોનું અપહરણ કરાયું છે.

કોંગ્રેસના ઉમેદવાર નિલેશકુમાર માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. ફોર્મ રદ્દ થવાની વાતો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા પણ નિલેશ કુંભાણીની સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા. જોકે નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર કચેરી તરફથી મને ચાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. મીડિયા વાળા મને કોલ કરીને પૂછી રહ્યા હતા કે તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે. કલેકટર કચેરી ખાતેથી મને કોઈ માહિતી આપવામાં આવી નથી ચાર વાગ્યે તમે આવો. ત્યારબાદ જે પણ હશે તે માહિતી આપવામાં આવશે. મને કોઈપણ વસ્તુ કહેવામાં આવી નથી માત્ર મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. મારા ફોર્મમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નથી.

.

 

Leave a Comment

Read More

Read More