Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાએ નોંધાવી ઉમેદવારી, ભાજપના નેતાઓ રહ્યા હાજર

ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ શક્તિ પ્રદર્શન સાથે જનસભાને સંબોધી હતી. દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ પણ વિશે વાત કરી હતી. ફોર્મ ભરતા સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં હવે સૌથી ચર્ચિત બેઠક રાજકોટ પર આજે પરશોત્તમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 11.15 થી 11.30 ના લાભ ચોઘડિયામાં ફોર્મ ભર્યું છે. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું છે.

પરશોત્તમ રૂપાલાએ રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જંગી સભાને સંબોધી હતી.જેમાં તેમણે ક્હ્યું હતું કે, ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ.

વજુભાઈ વાળાને કર્યા વંદન  પરશોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, આપણા સૌથી વરિષ્ઠ નેતા વજુભાઈને હું વંદન કરું છું. તેમણે સ્ટેજ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોનો પણ આભાર માન્યો છે. કહ્યું કે, સમગ્ર ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કરું છું કે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના વિજયમાં આપ સૌ જોડાવ, તમારા સહયોગની જરૂર છે.

 

 

Leave a Comment

Read More

Read More