UPSC સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મેના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજી હતી. પછી, મેન્સનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ 2 જાન્યુઆરીથી 9 એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા.
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર સૂચના દ્વારા પરિણામોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓએ બાજી મારી છે.
સપ્ટેમ્બર 2023માં લેવાયેલી UPSCની પરીક્ષામાં જનરલ કેટેગરીમાં 347 ઉમેદવારો પાસ થયા છે. જ્યારે EWSના 115 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે. આ 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે.
UPSCની પરીક્ષામાં ઓલ ઈન્ડીયાના ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો સામેલ છે. આ પરીક્ષામાં ગુજરાતના 25 ઉમેદવારોને સફળતા મળી છે. વિષ્ણુ સસીકુમારે ઓલ ઈન્ડીયા 31મો રેન્ક મેળવ્યો છે. જ્યારે અંજલી ઠાકુરે 43મો, અતુલ ત્યાગીએ 62મો રેન્ક મેળવ્યો છે.
UPSC સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મેના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજી હતી. પછી, મેન્સનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ 2 જાન્યુઆરીથી 9 એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)