- રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ નિવેદનને લઈને માફી માંગી લીધી હતી. પરંતુ ક્ષત્રિય સમાજ સતત ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે.
GUJARAT TOP NEWS Loksabha Election 2024
LOKSABHA ELECTION 2024: ક્ષત્રિય સમાજના વિરોધ અંગે ભાજપ ગંભીર, પાટિલે આપ્યું આ નિવેદન
રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ નિવેદનને લઈને માફી માંગી લીધી હતી. પરંતુ ક્ષત્રિય સમાજ સતત ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે.
એક તરફ લોકસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ રાજકોટ બેઠક પર ક્ષત્રિય સમાજ સતત વિરોધ દર્શાવી રહ્યા છે. આ દરમિયાન આજે આ મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારી વાત ચાલી રહી છે. સુખદ નિવેડો આવે તેવા પ્રયત્નો છે અને અમે આ બાબતે ગંભીર છીએ.
રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ નિવેદનને લઈને માફી માંગી લીધી હતી. પરંતુ ક્ષત્રિય સમાજ સતત ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન આજે આ મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને હું પોતે તેમના સંપર્કમાં છીએ અને તેમની સાથે વાત ચાલી રહી છે. તેનો સુખદ નિવેડો આવે તેના માટે અમે પ્રયત્નો કરી રહ્યાં છીએ અને આ બાબતે અમે ગંભીર છીએ.
આવતીકાલે રૂપાલા ભરશે ફોર્મ
લોકસભાની ચૂંટણી લડવા માટે આજથી રાજકીય પાર્ટીઓના ઉમેદવારો ફોર્મ ભરશે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા જંગી જનસભાને સંબોધશે. જે માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)