Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: ગુજરાતમાં આજે ભાજપ અને કોંગ્રેસના આ ઉમેદવારો ભરશે ફોર્મ, જુઓ લિસ્ટ

લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ચૂંટણી પંચ દ્વારા તા. 12.04.2024 નાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લા તારીખ તા. 19.4.2024 છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 20.4.2024 છે. તેમજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ તા. 22.4.2024 છે. જ્યારે મતદાનની તા. 7.5.2024 તેમજ મતગણતરીની તારીખ તા. 4.6.2024 છે.

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય રંગ જામતો જાય છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. ત્યારે હવે તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. ત્યારે આજે ઉમેદવારો ફોર્મ ભરવાનું શરૂ કરશે. આજે કોંગ્રેસના 4 ઉમેદવારો ફોર્મ ભરશે અને ભાજપના દીવ-દમણ બેઠક સહિત 8 ઉમેદવારો ફોર્મ ભરશે.

*ભાજપના આ ઉમેદવારો ભરશે ફોર્મ*

અમદાવાદ પૂર્વ- હસમુખ પટેલ

પંચમહાલથી – રાજપાલસિંહ

દાહોદ- જશવંતસિંહ ભાભોર

સુરેન્દ્રનગર- ચંદુભાઈ શિહોરા

વલસાડ- ધવલ પટેલ

પોરબંદર- મનસુખ માંડવિયા

ભરૂચ- મનસુખ વસાવા

દીવ દમણ- લાલુ પટેલ

*આજે કોંગ્રેસના આ ઉમેદવાર ભરશે ફોર્મ*

બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર

સુરેન્દ્રનગર- ઋત્વિક મકવાણા

જામનગર – જે પી મારવિયા

બારડોલી – સિદ્ધાર્થ ચૌધરી

લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ચૂંટણી પંચ દ્વારા તા. 12.04.2024 નાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લા તારીખ તા. 19.4.2024 છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 20.4.2024 છે. તેમજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ તા. 22.4.2024 છે. જ્યારે મતદાનની તા. 7.5.2024 તેમજ મતગણતરીની તારીખ તા. 4.6.2024 છે.

Leave a Comment

Read More

Read More