રાજ્યના IPS અધિકારીઓની અંતે બદલી અને પ્રમોશન કરવામાં આવ્યું. ગૃહ વિભાગે 35 IPS અધિકારીઓને પ્રમોશન આપ્યું છે.રાજ્યમાં IPSની બદલીના ઓર્ડરની ચર્ચા ચાલી રહી હતી. જે અંતે જાહેર થઈ ગઈ.
લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા વચ્ચે IPSની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આજે 74 દિવસથી ઇન્ચાર્જથી ચાલી રહેલા સુરતને હવે નવા પોલીસ કમિશનર મળી ગયા છે. હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમરને મૂકવામાં આવ્યા છે. રાજ્યના 35 IPS અધિકારીઓને બઢતી અને બદલી કરવામાં આવી છે.
રાજ્યના IPS અધિકારીઓની અંતે બદલી અને પ્રમોશન આદેશ આપ્યો છે. ગૃહ વિભાગે 35 IPS અધિકારીઓને પ્રમોશન આપ્યું છે.
મનોજ અગ્રવાલને પ્રમોશન સાથે હોમગાર્ડ ADG તરીકે બઢતી
જેલ આઈજી કે.એલ એન રાવને મળ્યુ પ્રમોશન
અમદાવાદ સીપી જી.એસ મલિકને મળ્યુ પ્રમોશન
નરસિંમ્હા કોમારને વડોદરા સીપી તરીકે બદલી
અનુપમસિંહ ગેહલોતની સુરત સીપી તરીકે બદલી
અમદાવાદ સેક્ટર 2 JCP બ્રજેશ કુમાર ઝાને પ્રમોશન
સુરત સેક્ટર 1 JCP વબાંગ જામીરને મળ્યુ પ્રમોશન
અમદાવાદના જેસીપી અજયકુમાર ચૌધરીને પ્રમોશન
ગાંધીનગર કરાઈ એકેડમીના વડા અભય ચુડાસમાને અપાયુ પ્રમોશન
ગાંધીનગર CID ક્રાઈમનાં આઈજી એસ.જી ત્રિવેદીને પ્રમોશન
જે.આર મોથલીયાને અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી
પ્રેમવિર સિંધને સુરત રેન્જ આઈજી તરીકે બદલી
જુનાગઢ રેન્જ આઈજી નીલેશ ઝધડિયાને અપાયુ પ્રમોશન
ACB ના જોઈન્ટ ડાયરેક્ટર બીપીન અહિરેને અપાયુ પ્રમોશન
શરદ સિંઘલને અપાયુ પ્રમોશન
ચિરાગ કોરડિયાને ભુજ બોર્ડર રેન્જ આઈજી તરીકે બદલી
વડોદરા ક્રાઈમ એન્ડ ટ્રાફિક એડી.સીપી પી.એલ મલને અપાયુ પ્રમોશન
અમદાવાદ ટ્રાફિક JCP એન.એન ચૌધરીને મળ્યુ પ્રમોશન
જેલ ડીઆઈજી એ.જી ચૌહાણને આઈજી તરીકેનું પ્રમોશન
પંચમહાલ રેન્જ આઈજી આર.વી અસારીને અપાયુ પ્રમોશન
સુરત સેક્ટર 2 JCP કે.એન ડામોરને અપાયુ પ્રમોશન
રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડને DIG તરીકે પ્રમોશન
વડોદરા ઝોન 3 DCP લીના પાટીલને અપાયુ પ્રમોશન
અમદાવાદ જેલ એસપી શ્વેતા શ્રીમાળીને મળ્યુ પ્રમોશન
SMC ના એસપી નિર્લીપ્ત રાયને ડીઆઈજી તરીકે પ્રમોશન
ગાંધીનગર લૉ એન્ડ ઓર્ડર એસપી દિપક મેઘાનીની અપાયુ પ્રમોશન
કચ્છ ભુજ એસપી મહેન્દ્ર બગડિયાને ડીઆજી તરીકે પ્રમોશન
ATS SP સુનિલ જોશીને ડીઆઈજી તરીકે પ્રમોશન
અમદાવાદ ઝોન 7 DCP તરુણ દુગ્ગલની મહેસાણા એસપી તરીકે બદલી
અમદાવાદ ગ્રામ્ય SP તરીકે ATS ના SP ઓમ પ્રકાશ જાટને મુકાયા
રાજકોટ જેલ એસપી શિવમ વર્માને અમદાવાદ ઝોન 7 DCP તરીકે બદલી
DGP ઓફિસના સ્ટાફ ઓફિસર જી.જી જસાણીની આણંદ એસપી તરીકે બદલી
ઈમ્તિયાઝ શેખની છોટા ઉદેપુર એસપી તરીકે બદલી
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)