Search
Close this search box.

અમરનાથ યાત્રાનો પ્રારંભ 29 જૂનથી થશે, જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન

શ્રી અમરનાથ યાત્રા માટે ઓનલાઈન/ઓફલાઈન નોંધણીની પ્રક્રિયા 15મી એપ્રિલથી શરૂ થશે. અમરનાથજી શ્રાઈન બોર્ડે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘શ્રી અમરનાથજી યાત્રા 2024- 29 જૂન, 2024થી શરૂ થશે અને 19 ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થશે.

આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે. યાત્રા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન આવતી કાલથી એકટલે કે, 15 એપ્રિલ 2024થી શરૂ થશે. આ વખતે પ્રવાસનો કુલ સમયગાળો 52 દિવસનો રહેશે. અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

શ્રી અમરનાથ યાત્રા માટે ઓનલાઈન/ઓફલાઈન નોંધણીની પ્રક્રિયા 15મી એપ્રિલથી શરૂ થશે. અમરનાથજી શ્રાઈન બોર્ડે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘શ્રી અમરનાથજી યાત્રા 2024- 29 જૂન, 2024થી શરૂ થશે અને 19 ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થશે. એડવાન્સ રજીસ્ટ્રેશન 15મી એપ્રિલ 2024થી શરૂ થશે.

આરતીનું લાઈવ પ્રસારણ

મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ વર્ષે પણ બાબા અમરનાથની પવિત્ર ગુફામાંથી આરતીનું લાઈવ પ્રસારણ જુલાઈ મહિનામાં થશે.

ગયા વર્ષ 1 જુલાઇથી શરૂ થઈ હતી યાત્રા

ગયા વર્ષે, શ્રી બાબા અમરનાથની વાર્ષિક યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ હતી અને 31મી ઓગસ્ટ સુધી ચાલી હતી. એડવાન્સ પેસેન્જર રજીસ્ટ્રેશન પ્રક્રિયા ગયા વર્ષે 17 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. રક્ષાબંધનના દિવસે યાત્રાનું સમાપન થયું હતું, એટલે કે ગયા વર્ષે આ યાત્રા કુલ 62 દિવસ સુધી ચાલી હતી. અગાઉથી પેસેન્જર નોંધણી માટે ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી છે. આ માટે, જમ્મુ વિભાગના 10 જિલ્લાના નિયુક્ત આરોગ્ય કેન્દ્રોમાં 112 ડૉક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે.

Leave a Comment

Read More

Read More