Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: પરેશ ધાનાણીના ટ્વિટ પર વિજય રૂપાણીએ કરી ટિપ્પણી, જાણો શું

રૂપાણીએ પરેશ ધાનાણીની ટ્વિટને લઇને ટિપ્પણી કરી હતી. વિજય રૂપાણીએ પરેશ ધાનાણીની ટ્વિટને લઇને કહ્યું કે, ‘પરેશ ધાનાણી આગમાં ઘી હોમવા જ રાજકોટ આવે છે, તેમનું કામ જ ઘી હોમવાનું છે. રાજકોટમાં કોંગ્રેસ ક્યાય દેખાતી જ નથી.

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન ગઇકાલે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે બાકી ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં પરેશ ધાનાણીને રાજકોટ બેઠકથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પરેશ ધાનાણીએ ટ્વિટ મારફતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. જેણે લઈ વિજય રૂપાણીએ ધાનાણીને આડેહાથ લીધા હતા. તેણે કહ્યું કે તેમનું કામ જ ઘી હોમવાનું છે.

ગઈકાલે એક તરફ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી બીજી તરફ ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. જેમાં પૂર્વ મુખ્યમંત્રીનું નામ પણ સામેલ છે. ત્યારે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક્શનમોડમાં જોવા મળી રહ્યા છે. રૂપાણીએ આ દરમિયાન રાજકોટમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીને લઇને નિવેદન આપ્યું હતું. રૂપાણીએ પરેશ ધાનાણીની ટ્વિટને લઇને ટિપ્પણી કરી હતી. વિજય રૂપાણીએ પરેશ ધાનાણીની ટ્વિટને લઇને કહ્યું કે, ‘પરેશ ધાનાણી આગમાં ઘી હોમવા જ રાજકોટ આવે છે, તેમનું કામ જ ઘી હોમવાનું છે. રાજકોટમાં કોંગ્રેસ ક્યાય દેખાતી જ નથી.

પરેશ ધાનાણીએ શું ટ્વિટ કર્યું હતું?

પરેશ ધાનાણી છેલ્લા કેટલાક સમયથી ટ્વિટરના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરી રહ્યાં છે. પરેશ ધાનાણીને કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા. તે બાદ ફરી એક વખત ધાનાણીએ ટ્વિટરના માધ્યમથી ભાજપ પર પ્રહાર કર્યા હતા. ધાનાણીએ ટ્વીટ કરતા લખ્યુ,

Leave a Comment

Read More

Read More