અંડરવર્લ્ડ ડોન અમિર સરફરાઝની લાહોરમાં ‘અજાણ્યા હુમલાખોરો’ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમિર સરફરાઝ એ જ વ્યક્તિ છે જેણે ISIની સૂચના પર પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતની હત્યા કરી હતી.
અંડરવર્લ્ડ ડોન અમિર સરફરાઝની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. લાહોરમાં અજાણ્યા લોકોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. તે પોતાની કારમાં મુસાફરી રહ્યો હતો ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે ભારતીય નાગરિક સરબજીતની હત્યામાં સામેલ હતો. ISIના નિર્દેશ પર તેણે પાકિસ્તાનની જેલમાં બંધ સરબજીતની હત્યા કરી હતી.
સરબજીતની હત્યા લાહોરની સેન્ટ્રલ જેલમાં થઈ હતી
ભારતીય નાગરિક સરબજીત સિંહનું 2 મે 2013ના રોજ મોત થયું હતું. વર્ષ 1991માં પાકિસ્તાનની કોર્ટે સરબજીત સિંહને લાહોર અને ફૈસલાબાદમાં ચાર બોમ્બ વિસ્ફોટોના આરોપમાં સજા સંભળાવી હતી. આ વિસ્ફોટોમાં લગભગ 10 લોકોના મોત થયા હતા. માર્ચ 2006માં પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે સરબજીતની દયા અરજી ફગાવી દીધી હતી અને તેને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા યથાવત રાખી હતી. આ પછી લાહોરની સેન્ટ્રલ જેલમાં કેટલાક કેદીઓએ સરબજીત પર હુમલો કર્યો અને પાંચ દિવસ પછી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું.
સરબજીત ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયો હતો
સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામનો રહેવાસી હતો. તે ખેડૂત હતો. 30 ઓગસ્ટ, 1990 ના રોજ, તે અજાણતામાં પાકિસ્તાની સરહદ પર પહોંચી ગયો હતો, જ્યાંથી તેની પાકિસ્તાની સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે સરબજીતે દલીલ કરી હતી કે તે ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયો હતો.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)