Search
Close this search box.

AHMEDABAD: મીડિયામાં કેમેરામેન તરીકે ફરજ બજાવતા નિતીન ગાયકવાડના મૃત્યુ બાદ સ્વજનોએ કર્યું સ્કીન દાન

નીતિન ગાયકવાડ ખાનગી મીડીયામા કેમેરામેનનું કામ કરતા હતા. નીતિન ભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેની સઘન સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા

અભિષેક વાઘેલા, અમદાવાદ: અંગદાનના સેવાયજ્ઞ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કીન બેંક થકી સ્કીન દાનનો યજ્ઞ આદરવામાં આવ્યો છે. ગઈકાલે તારીખ 13 મી એપ્રિલના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બીજું સ્કીન દાન થયું.

31 વર્ષિય નીતિન ગાયકવાડ મીડિયામાં કેમેરામેન તરીકે કામ કરતા હતા. નીતિન ગાયકવાડ મુળ મહારાષ્ટ્રના હતા તેઓ હાલ અમદાવાદ નરોડા ખાતે રહેતા હતા. નીતિન ગાયકવાડ ખાનગી મીડીયામા કેમેરામેનનું કામ કરતા હતા. નીતિન ભાઈને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેની સઘન સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નીતિન ભાઈ મૃત્યુ પામતા આ આઘાત વચ્ચે પણ નીતિનભાઈના પરિવારે અન્યોને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે સ્કીન ડોનેશન કર્યું. આ સમયે હોસ્પિટલનો તમામ સ્ટાફ અને સાથે કામ કરતા મીડિયા કર્મીઓ અને પરિવારજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે નીતિભાઈને અશ્રુભીની શ્રદ્ધાજલી આપી હતી. સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોષી એ તમામ પરિવારજનો અને મીડિયા પરિવારનો આભાર વ્યક્ત કરી વધુંમાં વધું લોકો ને મૃત્યુ પછી સ્કિન દાન કરવાં આહવાન કર્યું હતું.

Leave a Comment

Read More

Read More