કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે બાકી રહેલ 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાજકોટની ચર્ચાસ્પદ બેઠક ઉપર ભાજપના રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા છે હવે અહીં રસપ્રદ જંગ થવાની શકયતા છે. આ ઉપરાંત પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે બાકી રહેલ 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાજકોટની ચર્ચાસ્પદ બેઠક ઉપર ભાજપના રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા છે હવે અહીં રસપ્રદ જંગ થવાની શકયતા છે. આ ઉપરાંત પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે.
કોણ છે કોંગ્રેસના છેલ્લા 4 મુરતીયા
> હિંમતસિંહ પટેલ- અમદાવાદ પૂર્વ
અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે આ પહેલા રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાં લીધે કોંગ્રેસે આ બેઠક પરથી હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. તેઓ પૂર્વ મેયર(2000-03)ના સમયગાળામાં રહી ચૂક્યા છે. તેઓ બાપુનગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલ તેઓ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હિંમતસિંહ પટેલ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલનાં વાઇસ ચેરમેન પદે જવાબદારી નિભાવી ચૂક્યા છે. કોંગ્રેસના યુથ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ ચાર ટર્મ સુધી કાઉન્સિલર પદે રહ્યા હતા. તેમની ઉંમર 62 વર્ષ છે. તેઓ SSC સુધી અભ્યાસ કર્યો છે.
> પરેશ ધાનાણી- રાજકોટ બેઠક
રાજકોટની ચર્ચિત બેઠક પરથી કોંગ્રેસે રૂપાલાને ટક્કર આપવા માટે પરેશ ધાનાણીને મેદાનએ ઉતાર્યા છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે છાપ ધરાવે છે. આઅ પહેલા પણ તેમણે રૂપાલાને ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખડ્યો છે. પરંતુ આ વખતે તેમની ટક્કર લોકસભા ચૂંટણીમાં થવાની છે. પરેશ ધાનાણીના રાજનીતિક કારકિર્દીની વાત કરીએ તો વર્ષ 2018માં ગુજરાતના વિપક્ષનેતા રહી ચૂક્યા છે. તેઓ અમરેલી, ઉપદંડક વિધાનસભા બેઠક પરથી(2004-07) દરમિયાન MLA રહી ચૂક્યા છે. તેઓ એક પાટીદાર ચહેરો છે. તેઓ યુવાન વયે વિધાનસભા સભ્ય રહ્યાં છે. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ નિભાવી છે. પરેશ ધાનાણીએ તેમની રાજનૈતિક કારકિર્દી અમરેલી યુવક કોંગ્રેસથી શરૂ કરી હતી. તેઓની 48 વર્ષીય છે.તેમણે B.com સુધી અભ્યાસ કર્યો છે.
> નૈષદ દેસાઈ – નવસારી બેઠક
નવસારી બેઠક પરથી જાહેર થયેલ ઉમેદવાર નૈષદ દેસાઈ સ્વતંત્રતા સેનાની પરિવારમાંથી આવે છે. શ્રમિકો માટે સતત લડતા વ્યક્તિ, ઇનટુક પ્રેસિડેન્ટ તરીકે વર્ષો સુધી સેવારત રહ્યા હતા.
તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા રહી ચૂક્યા છે. નૈષદ દેસાઈ MA, LLBનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેમની ઉંમર 68 વર્ષ છે.
> રામજી ઠાકોર- મહેસાણા બેઠક
રામજી ઠાકોરને કોંગ્રેસે મહેસાણા બેઠક પરથી ચૂંટણી મેદાનએ ઉતાર્યા છે. તેઓ ઠાકોર સમાજનો યુવાન ચેહરો છે. તેઓ ઠાકોર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂકયા છે.
કોનો કોણ સામે જામશે ચૂંટણી જંગ
રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીની ટક્કર
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલનો જંગ
નવસારી બેઠક પર સી.આર.પાટીલ સામે નૈષધ દેસાઈ લડશે ચૂંટણી
મહેસાણામાં ભાજપના હરિભાઈ સામે કોંગ્રેસના રામજી ઠાકોર મેદાને
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)