સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગ કોભાંડનો મામલો હજુ સમ્યો નથી ત્યાં લસકાણા પોલીસ મથક વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ગેસ રીફીલીંગનું કોભાંડ સામે આવ્યું છે…પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતઃ સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગ કોભાંડનો મામલો હજુ સમ્યો નથી ત્યાં લસકાણા પોલીસ મથક વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ગેસ રીફીલીંગનું કોભાંડ સામે આવ્યું છે…પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત માં ગેરકાયદેસર ગેર રીફલિંગ ની અનેક ઘટના બની રહી છે..ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર કે જયાં શ્રમિકો વધુ રહેતા હોય ત્યાં મોટી ગેસ ની બોટલ માંથી નાની ગેસ ની બોટલ ભરવાનો કાળો કારોબાર ચાલતો હોય છે.. આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી લોકો ના જીવ પણ જોખમ માં મુકાઈ શકે છે. તેવામા સુરતના લસકાણા વિસ્તારમાં રામદેવનગર સોસાયટીમાં પારસલાલ માંગીલાલ ગુર્જર રહે છે..જે ઘરમાં જ ગેરકાયદે ગેસ રીફીલીંગ કરે છે.
ગેસની મોટી બોટલમાંથી નાની બોટલોમાં ગેસ ભરી વેચાણ કરતો હતો,…આરોપી પારસલાલ કોઈ પણ જાતની તકેદારી વગર ગેસ રીફીલીંગ કરતો હતો જો કોઈ દુર્ઘટના સર્જાઈ જાય તો જવાબદાર કોણ ? આ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ આરોપી પારસલાલ માંગીલાલ ગુર્જરની ધરપકડ કરી છે..પોલીસે આરોપીના ઘરેથી અલગ અલગ કંપનીના 49 જેટલા ગેસ સીલીન્ડર કબજે કર્યા છે સાથે જ ગેસ રીફીલીંગ કરવાના સાધનો અને વજનકાંટો કબજે કર્યો છે…પોલીસે કુલ ૧.૦૫ લાખથી વધુનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..મહત્વનું છે કે સુરત ના સરથાણા વિસ્તાર માં જ આ પ્રકારે રીફલિંગ દરમ્યાન બ્લાસ્ટ થયો હતો .ત્યારબાદ કતારગામ માં પણ રીફલિંગ દરમ્યાન બ્લાસ્ટ થયો હતો..આમ બને જગ્યા એ બે બે લોકો ના મોત પણ થયા હતા..આમ ગેરકાયદેસર રીફલિંગ કરી લોકો ન જીવ જોખમ માં મુકનાર લોકો સામે પોલીસે લાલ આંખ કરી આરોપજ ને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કામગીરી હાથ ધરી હતી.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)